ધર્મશાળામાંથી જુગાર રમતા 37 જૂગારીઓને પોલીસે ઝડપ્યા
(પ્રતિનિધિ) અંબાજી, અંબાજી પોલસને બાતમીમળેલ કે અંબાજી સત્યમ સીટી સોસાયટી જવાના રસ્તા ઉપર આવેલ ધાંગધ્રા ધર્મશાળામાં યાત્રિકો બહારથી આવીને હારજીતનો તીનપતીનો જુગાર રમે છે જે હકીકત આધારે જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવી ધાંગધ્રા ધર્મશાળામાં રેઈડ કરી
ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા ૩૭ (સાડત્રીસ) ઈસમોર્ન ગંજીપાના નંગ-૩૬૪ તથા રોકડ રકમ રૂ.૧,૮૬,૬૫૦ તથા અન્ય મુદ્દામાલ એમ કુલ રૂ. ૧૯,૯૩,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ- કરણભાઈ પરેશભાઈ પટેલ, જૈમીનકુમાર ડાયાભાઈ પટેલ, ધવલભાઈ બીપીનભાઈ સથવારા, આકાશકુમાર દીનેશભાઈ પટેલ, અલ્કેશકુમાર સુરેશભાઈ પટેલ, રોમીનભાઈ પ્રહલાદભાઈ પટેલ, ગૌરાંગભાઈ અરવીંદભાઈ પટેલ, ઉમંગભાઈ જગદીશભાઈ પટેલ, દેવકુમાર હરેશભાઈ પટેલ, મયંકભાઈ મહેશભાઈ રાવલ, જયમીનભાઈ બીપીનભાઈ સથવારા, મોન્ટુભાઈ શીવાભાઈ પટેલ,
કનુભાઈ મફતલાલ પટેલ, વીપુલભાઈ સોમાભાઈ પટેલ, આનંદકુમાર રમણલાલ પટેલ, શૈલેષભાઈ સેઘાભાઈ પટેલ, યશ દીલીપભાઈ પટેલ, રાહુલભાઈ નાથાલાલ પટેલ, જતીન ડાયાલાલ પટેલ, વીપુલકુમાર કાંતીલાલ પટેલ, તસ્વીરકુમાર મુકેશભાઈ પટેલ, મણીલાલ અંબાલાલ પટેલ, મુકેશભાઈ બાબુલાલ પટેલ, રમજાનખાન આબદીનખાન ખોખર, અજયકુમાર રમેશભાઈ પટેલ,
સુમીતકુમાર ગોવીંદભાઈ પટેલ , હરેશકુમાર રસીકલાલ પટેલ, હર્ષદભાઈ રમેશભાઈ પટેલ, કાંતીલાલ ભગવાનદાસ પટેલ, અલ્પેશભાઈ બાબુલાલ પટેલ, વીશાલભાઈ નટવરભાઈ પટેલ, રવીકુમાર સુરેશભાઈ પટેલ, આકાશભાઈ શૈલેષભાઈ મોદી, દીનકરકુમાર પ્રફુલચંદ્ર સોમપુરા, શૈલેષભાઈ બાબુલાલ પટેલ, સુરેશકુમાર મગનલાલ પટેલનો સમાવેશ થાય છે. મોટાભાગના આરોપીઓ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રહેવાસી છે.