Western Times News

Gujarati News

ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરવા માંગ

મુલાકાતી વાહનો અને યાત્રિકોની વિગતોમાં વિસંગતતા જોવા મળે છે

પાલનપુર, યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે યોજાતા ભાદરવી મેળામાં આવતા પદયાત્રીઓની સંખ્યા કોઈપણ આધાર પ્રમાણભૂત વગરની સંખ્યાઓ જાહેર કરાય છે. અંબાજીમાં ભાદરવી મેળામાં પગપાળા યાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે અને પરત વાહનોમાં જાય છે.

ભાદરવી ર૦રરનાં મેળામાં ર૪ લાખ યાત્રિકો આવ્યા એ સંખ્યા જાહેર કરી હતી. આની સામે મેળામાં પરિવહન માટે ગુજરાત એસ.ટી. નિગમની બસો મુખ્ય આધાર હોય છે. આ એસ.ટી. નિગમની બસોમાં મેળા દરમિયાન પ૦૩૪૩પ યાત્રાળુઓએ પરત જવા મુસાફરી કરી હતી, તો બાકીના ૧૯ લાખ લોકો ક્યા વાહનોનો મુસાફરીમાટે ઉપયોગ કર્યો એ પ્રશ્ર મહત્વનો છે.

એવી જ રીતે ર૦ર૩માં ભાદરવી મેળામાં યાત્રિકોની સંખ્યા સીધી ડબલ થઈ ગઈ ને મેળા દરમિયાન ૪૮ લાખ યાત્રાળુઓ આવ્યા એ સંખ્યા જાહેર કરી હતી. ર૦ર૩ના મેળામાં એસ.ટી. નિગમની બસોમાં ૮૮૪૪૩૩ યાત્રિકો મુસાફરી કરી હતી તો બાકીના ૩૯૧૪૦૦૦ યાત્રિકો ક્યા વાહનોમાં મુસાફરી કરી એ પ્રશ્ર છે.

જો આટલા યાત્રિકોને મેળામાં સાત દિવસ પરત જવા મુસાફરી કરવી હોય તો ૬૦ સીટની કેપેસિટીવાળી ૬પર૩૩ બસો અને સરેરાશ એક દિવસની ૯રપ૦ બસ જોઈએ અને ૬ થી ૧૦ સીટના વાહનો ગણીએ તો લાખ્ખોની સંખ્યા થઈ જાય. જો આટલા વાહનો આવે તો કેટલાય કિ.મી.નો ટ્રાફિક જામ થઈ જાય ભારે અવ્યવસ્થા ઉભી થાય આવુ થતું નથી એટલે એ પણ નકકી છે આટલા વાહનો આવતા જ નથી.

આટલા લાખો યાત્રિકો ખાનગી વાહનોમાં મુસાફરી કરે તો લાંબો કેટલાંય કિ.મી.નો ટ્રાફિક જામ થઈ જાય એટલા લાખ્ખો વાહનો મેળા દરમિયાન જોઈએ એ શક્ય જ નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.