અંબાજીઃ ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા
અંબાજી, કુલ ૫૧ શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ૨૩ સપ્ટેમ્બરથી કુલ સાત દિવસના મેળાનો પ્રારંભ થયો હતો.
વર્ષોથી યોજાતા માં અંબાજીના સાત દિવસીય મેળાનો અંતિમ દિવસ હતો. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે.
છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં ૪૦ લાખ કરતા વધુ માઈભક્તોએ આદ્યશક્તિના ધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. કહેવાય છેકે, શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર છે. કંઈક આવા જ દ્રશ્યો અહીં જાેવા મળી રહ્યાં છે.
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ અદ્ભુત સગવડ, સ્વચ્છતા અને સુરક્ષાના આયોજનથી માઈભક્તો માટે આ… pic.twitter.com/NgbSwmZdy0
— CMO Gujarat (@CMOGuj) September 30, 2023
અંબાજીમાં માતાજી દર્શન કરવા આવતા માઈભક્તોમાં માતાજી માટે અપાર શ્રદ્ધા છે. એટલાં માટે જ લોકો દૂર દૂરથી અહીં પોતાના મનની આશ પુરી કરવા માતાજીના દર્શને આવે છે.
જ્યારે કોઈ ધાર્યું કામ પાર પડતા માતાજીના દર્શને આવે છે. તો કોઈ પોતાની બાધા પુરી કરવા અહીં શીશ નમાવવા આવે છે.
કોઈ દંડવત કરતા કરતા માતાજીના મંદિરે આવે છે. કોઈ માતાજીની ધજા હાથમાં લઈને માતાજીના મંદિરે આવે છે. કેટલાંય લોકો વર્ષોથી દૂરદૂરથી પગપાળા સંઘમાં માતાજીના મંદિરે આવે છે. લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને માતાજીના દર્શન કરે છે. માતાજીના દર્શનની સાથો સાથ આવખતે અંબાજીમાં ગબ્બર મુકામે નિર્માણ કરાયેલાં ૫૧ શક્તિપીઠોની આબેહૂબ આભાના દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર સતત ઉમટી રહ્યું હતું. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં અંબાજીમાં ૪૦ લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. છેલ્લાં છ દિવસોમાં અંબાજીમાં માતાજીના મંદિરે શક્તિના ધામ શક્તિપીઠમાં કુલ ૨૮૨૨ ધજા ચઢાવવામાં આવી છે. આજે ભાદરવી સુદ પૂર્ણિમાનો મહત્ત્વનો દિવસ છે. શુક્રવાર હોવાથી હંસની સવારી છે. એકાવન શક્તિપીઠ માંથી માતાજીનો રદય અહીં છે.
માતાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં દોઢ લાખ જેટલાં પ્રસાદીના પેકેજનું વિતરણ થતું હોય છે.
જાેકે, હાલ ભાદવા મહિનાના અંબાજીના મેળામાં પ્રસાદી બમણી થઈ જાય છે. હાલ મેળાને કારણે છેલ્લાં છ દિવસથી એક દિવસમાં ૩ લાખથી વધારે પ્રસાદીના પેકેટનું વિતરણ થાય છે. એમાંય મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી આજે ભાદવી પૂનમ હોવાથી પ્રસાદીના પેકેટનો આંકડો ૫ લાખને પાર કરી જાય તો પણ નવાઈ નહીં. પહેલાં લોકો અહીં ચાલતા આવતા હતા. મા જંગદંબાને લોકો પોતાના આપણે પોતાના ઘરે પધારવા આમંત્રણ આપતા હતાં.
નવરાત્રિમાં મા જગદંબા લોકોના ઘરે પધારે તેના માટે ભક્તો હાલ તેમને આમંત્રણ આપવા આવી રહ્યાં છે. માં અંબા અહીં ગરબે ગુમે છે. આસો અને ચૈત્રી અને બે ગુપ્ત નવરાત્રિ છે. કુલ ચાર નવરાત્રિ હોય છે.SS1MS