Western Times News

Gujarati News

અંબાજીઃ સરકારી અનાજ સગેવગે કરતા ૩ ઈસમો ઝડપાયા

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે અનેકો યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેથી ગરીબ અને પછાત વર્ગના લોકો નું જીવનનું સ્તર વધે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનું ભરણપોષણ સરળતાથી કરી શકે. ગુજરાત સરકાર દ્વારા પણ ગરીબો માટે સસ્તા અનાજ નું વિતરણ કરવામાં આવતું હોય છે.

જેથી ગરીબ અને સહાય લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે. પણ જ્યારે આ ગરીબો માટે અપાતું અનાજ નો બારોબાર સગેવગે થાય તો કેવું કેહવાય.ગુજરાતમાં એવા અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે,ત્યારે મંગળવારે સવારે ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે સસ્તો અનાજ લઈ જતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઇસમો લોકો સસ્તા અનાજની દુકાન થી જે ઘઉં ચોખા લાવતા હતા તેઓના પાસેથી આ ત્રણ લોકો ખરીદતા હતા.

અંબાજી મા સરકારી અનાજ સાથે ૩ ઈસમો ઝડપાયા છે. દાંતા મામલતદાર ની સૂચનાથી પુરવઠા વિભાગે આ સમગ્ર ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું હતું. અંબાજી ના ગુલઝારીપુરા ખાતે લોડિંગ રિક્ષા લઈને ત્રણ ઈસમો લોકો પાસેથી સરકારી અનાજ લઈ જતા ઝડપાયા છે. દાંતા થી પુરવઠાની ટીમ અંબાજી આવીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

નાયબ મામલતદાર દ્વારા ૩ ઇસમોને દાંતા ખાતે લાવવામાં આવ્યા છે. ત્યાર બાદ દાંતા સરકારી ગોડાઉન ખાતે એ અનાજ ને સીઝ કરવામાં આવ્યું હતું. આ જથ્થા મા ઘઉં અને ચોખા હતા. લોડીંગ રીક્ષા વજન કાંટા અને અનાજ ને જપ્ત કરાયું છે જેની કુલ કિંમત ૧,૧૨,૪૧૩ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સતલાસણા થી અંબાજી ખાતે ત્રણ ઈસમો અવારનવાર અંબાજી અનાજ માટે આવતા હતા ત્યારે મંગળવારે ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું હતું.

મામલતદાર અજીતસિંહ ચૌહાણ,નાયબ મામલતદાર પુરવઠા અશ્વિનભાઈ જોશી અને સુનિલભાઈ ગઢવી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબ્જે કરેલા જથ્થા મા ચોખા ૨૬૧.૭૫૦ કીલો જેની કિંમત ૭,૩૨૯ હતી. તો ઘઉં ૭૭.૨૦૦ કીલો જેની કિંમત ૨૦૮૪ હતી અને ૨ વજન કાંટા હતા જેની કિંમત ૩૦૦૦ રૂપિયા હતી.૧ લાખ રૂપિયાની લોડિંગ રીક્ષા હતી. એમ કુલ મળીને ૧,૧૨,૪૧૩ નો મુદ્દા માલ કબજે કરવામા આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.