Western Times News

Gujarati News

બસનો ડ્રાયવર નશામાં હતો અને ચાલુ બસે રિલ્સ બનાવતો હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો, ૪ના મૃત્યુ-અકસ્માતમાં ૨૫થી વધુ લોકો ઘાયલ થયાઃ 

અંબાજી, રાજ્યમાં અકસ્માતોના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે જેણે લીધી મૃત્યુ પણ વધારે થઈ રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો.

દાંતા અને અંબાજી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુ અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા. આ દૂર્ઘટનામાં ૨૫થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી. ૧૫ ઇજાગ્રસ્તોને પાલનપુર સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાના કઠલાલના ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરીને પરત ફરતા હતા આ દરમિયાન ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઇડરની રેલિંગ પણ તૂટી ગઇ હતી. બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા. બસમાં સવાર ૨૫થી વધુ લોકોને ઇજા પહોંચી છે.

પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગયા છે. સ્થાનિકોએ ૧૦૮ અને પ્રાઈવેટ વાહનોમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ૭ લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. બસ ડ્રાઇવરે પૂરપાટ ઝડપે વળાંક પર ટર્ન મારતો હતો. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં બનાવેલી લક્સરી બસ પ્રોટેક્શન વોલને ટકરાઇ હતી.

જોકે જેના લીધે સદનસીબે બસ ખીણમાં ખાબકતાં બચી ગઇ હતી. જો બસ ખીણમાં ખાબકી હોત તો આ મૃત્યુઆંક વધી પહોંચ્યો હતો. ખેડા જિલ્લાના કઠલાલ ગામના માઇભક્તો દર્શન કરીને પરત જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવરે નશો કર્યો હતો અને બેદરકારી રીતે બસ હંકારતો હતો. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરોને બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે. બસમાં સવાર કઠલાલ ગામના જીતુભાઈએ જણાવ્યું હતું કે, અમે અંબાજીથી સવારે આવી રહ્યા હતા ને અકસ્માત થયો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો, આમાં ડ્રાઈવરનો જ વાંક હતો. અમે ૫૦થી ૫૨ લોકો સવાર હતા.

અંબાજી આર.બી. ગોહિલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, ખેડા-નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા. ત્યારે ત્રિશૂલિયા ઘાટ ઉતરતા હનુમાન મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ રોડથી નીચે ઉતારી પલટી ખવડાવી દીધી હતી. બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા. સ્થાનિકોએ ૧૦૮ અને પ્રાઈવેટ વાહનોમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.