અંબાજી જતાં અમદાવાદના પરિવારની ગાડી ખાડામાં પડીઃ આબાદ બચાવ

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજી ગુજરાતનુ જાણીતુ શકિતપીઠ છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.લોકો પોતાનાં ખાનગી વાહનો દ્વારા અંબાજી સૌથી વધુ આવતા હોય છે અને કેટલાક લોકો બસ દ્રારા પણ આવતા હોય છે.
પરંતુ ક્યારેક તંત્રની બેદરકારીથી કેટલાક લોકોને મોટો અકસ્માત થતા રહી જતો હોય છે આવીજ એક ઘટના અંબાજી નજીક આવેલા કુંભારીયા વિસ્તારમા બની હતી. અમદાવાદ થી અંબાજી ચાર જણ નો પરિવાર દર્શન કરવા આવ્યો હતો.
પરંતુ અંબાજીમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ અને કાર ખાડા માં પડતા રહી ગઈ હતી. વાત કરવામા આવે તો ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદનો પરિવાર અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા ત્યારબાદ તેઓ અંબાજી આસપાસના મંદિરોના દર્શન માટે અંબાજી નજીક આવેલા કુંભારીયા વિસ્તારમા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યા
ત્યારે રોડ સાઈડમાં ખુલ્લો ભાગ હોવાથી રોડ નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ આસપાસના આદીવાસી પરિવાર દોડી આવી કાર મા બેસેલા તમામ લોકોને બહાર કાઢી કારને મહા મુસીબતે બહાર કાઢી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
વહીવટી તંત્ર દ્રારા સેફ્ટી વોલ બનાવવાની માંગઃ અંબાજી થી કુંભારીયા વિસ્તારમા ચામુંડા માતાજીના મંદિર તરફ જવાના માર્ગ પર કોઝવે પાસેના કિનારે ઘણો ભાગ ધોવાઈ ગયો છે અને આવા રોડની બાજુમાં સેફ્ટી વોલ ન હોવાથી અકસ્માત થાય છે અને નીચે ખીણ ખુલ્લી હોવાથી ભવિષ્ય મા કોઈ બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડ પાસે સેફ્ટી વોલ બનાવે તેવી માંગ ઉઠી છે.