Ambassador બે વર્ષ બાદ ફરીથી ભારતના રસ્તાઓ પર દોડશે
કોલકાતા, એમ્બેસેડર, જે એક સમયે ‘વ્હીલ્સ ઓફ ઈન્ડિયા’ કહેવાતી હતી, તે આગામી બે વર્ષમાં ફરીથી ભારતના રસ્તાઓ પર દોડતી જાેવા મળી શકે છે. હિંદ મોટર ફાયનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ફ્રેન્ચ કાર મેકર Peugeot સંયુક્ત રીતે ‘એમ્બી’ના ડિઝાઈન અને એન્જિન પર કામ કરી રહ્યું છે, જેને નવા અવતારમાં રજૂ કરવામાં આવશે.
આઈકોનિક કાર બ્રાન્ડનું નવું મોડલ હિંદુસ્તાન મોટર્સના ચેન્નઈ સ્થિત પ્લાન્ટમાંથી બહાર પાડવામાં આવશે, જે સીકે બિરલા ગ્રુપની સહયોગી કંપની HMFCI હેઠળ કાર્યરત છે. HMના ડિરેક્ટર ઉત્તમ બોસે વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા લૂકમાં એમ્બીને રજૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે. ‘નવા એન્જિન માટે મિકેનિકલ અને ડિઝાઈન વર્ક એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.
HMના ચેન્નઈ સ્થિત પ્લાન્ટનો ઉપયોગ એક સમયે મિત્સુબિશી કારના ઉત્પાદન માટે થતો હતો, જ્યારે તેની ઉત્તરપારા ફેસિલિટીમાં એમ્બેસેડરનું પ્રોડક્શન થતું હતું. HMની ઉત્તરપારા ફેક્ટરીમાંથી વર્ષ ૨૦૧૪માં છેલ્લી એમ્બેસેડર કારનું પ્રોડક્શન થયું હતું.
૨૦૧૪માં ભારતના સૌથી જૂના કાર મેકર્સ HMએ ભારે દેવા અને ઓછી માગના કારણે પ્રોડક્શન બંધ કરી દીધું હતું. HMના માલિક સીકે બિરલા ગ્રુપે ૨૦૧૭માં ફ્રેન્ચ ઓટોમેકરને ૮૦ કરોડ રૂપિયામાં કાર બ્રાન્ડ વેચી હતી.
Peugeot ભારતમાં પગદંડો જમાવવા માટે ઉત્સુક છે અને ભારતના આર્થિક ઉદારીકરણની સાથે ૧૯૯૦ના મધ્યમાં દેશમાં પ્રવેશનાર પ્રથમ વિદેશી કાર મેકર્સમાંથી એક છે.SS1MS