અંબાતી રાયડૂ જગમોહનના વાયએસઆરમાં જાેડાઈ ગયો
અમરાવતી, ભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરમાં જાેડાઈ ગયા છે.
૩૭ વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆર)માં વિધિવત રીતે જાેડાયા હતા.
ઉલ્લેખનીય છે કે અંબાતી રાયડુ આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને મળ્યા હતા, ત્યારે જગન મોહન રેડ્ડી ઇચ્છતા હતા કે રાયડુ આગામી ચૂંટણી લડે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ક્યાંથી મળશે.
જાે રાયડુ લોકસભા ચૂંટણી લડે છે તો તેને માછલીપટ્ટનમથી ટિકિટ આપવામાં આવી શકે છે, જાે કે, આ અંગે પક્ષ દ્વારા ર્નિણય બાદમાં લેવામાં આવશે.
અંબાતી રાયડુએ ભારત માટે રમતા ૫૫ વનડેમાં ૪૫.૦૫ની એવરેજથી કુલ ૧,૬૯૪ રન બનાવ્યા છે જેમાં હાઈએસ્ટ સ્કોર ૧૨૪ અણનમ રનનો રહ્યો છે.
તેમણે વનડેમાં ૩ સદી અને ૧૦ ફિફ્ટી પણ ફટકારી છે. ટી-૨૦ કરિયરની વાત કરીએ તો તેમણે ૬ મેચમાં ૧૦.૫૦ની એવરેજથી માત્ર ૪૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૯૭ મેચમાં ૬,૧૫૧ રન કર્યા છે.
રાયડુએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૨૦૩ મેચમાં ૨૮.૦૫ની એવરજેથી ૪૩૪૮ રન બનાવ્યા હતા, જેમાં એક સદી ફટકારી છે અને ૨૨ ફિફ્ટી ફટકારી હતી. SS2SS