Western Times News

Gujarati News

અંબુજા સિમેન્ટ્સે ખાવડામાં 200 મેગાવોટનો સોલર પાવર લગાવશે: વીજ ખર્ચમાં 70 ટકા બચત થશે

  • ખાવડામાં 200 મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ 20 સિમેન્ટ પ્લાન્ટ્સને ગ્રીન પાવર સપ્લાય કરશે
  • ડબ્લ્યુએચઆરએસથી 376 મેગાવોટ સાથે મહત્વાકાંક્ષી 1 જીબી રિન્યૂએબલ પાવર (સોલર અને વિન્ડ) પ્રોજેક્ટના પહેલા તબક્કાનો ભાગ
  • વીજ ખર્ચમાં 70 ટકાની બચતથી એબિટામાં નોંધપાત્ર વધારો થશે
  • રૂ. 10,000 કરોડના કુલ ખર્ચથી નાણાંકીય વર્ષ 2028 સુધીમાં કંપનીની કુલ વીજ જરૂરિયાત પૈકી 60 ટકા ગ્રીન પાવરમાંથી મળશે

અમદાવાદ, ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સે ખાવડામાં તેનો 200 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ પૂરો કર્યો છે અને પાવર ટ્રાન્સમિશન શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટથી બાકીની 806 મેગાવોટ ક્ષમતા પૂરા થવાના વિવિધ તબક્કામાં છે અને માર્ચ 2025થી જૂન 2025 વચ્ચેના તબક્કામાં ટ્રાન્સમિશન શરૂ કરે તેવી શક્યતા છે. કંપનીની એબિટા પર હકારાત્મક અસર કરનારી આ ગતિવિધિથી હાલના વીજ ખર્ચમાં નોંધપાત્ર 70 ટકા બચત થશે. Ambuja Cements starts operation of 200 MW solar power in Khawda:

અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી અજય કપૂરે જણાવ્યું હતું કે જવાબદાર રીતે અને ટકાઉ રીતે વિકાસ સાધવો એ અમારી ઇએસજી ઉત્કૃષ્ટતા સફરનો પાયો છે કારણ કે અમે 2050 સુધીમાં નેટ ઝીરો એમિશન્સ હાંસલ કરવા માટે ગર્વભેર પ્રતિબદ્ધ છીએ. વેલ્યુ ચેઇનને ડિકાર્બોનાઇઝ કરવાના અમારા પ્રયાસોમાં અમારા 1 જીબી રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટનો આ પ્રથમ તબક્કો છે.

અમે નાણાંકીય વર્ષ 2028 સુધીમાં ગ્રીન પાવર સ્ત્રોતોથી અમારી કુલ ઊર્જા વપરાશના 60 ટકા મેળવવાનો લક્ષ્ય રાખીએ છીએ. આનાથી અમારી એકંદરે પડતર ઘટાડવામાં અને અમારા હિતધારકોને મજબૂત મૂલ્ય પૂરું પાડવામાં મદદ મળશે. અમારા ટકાઉપણા સિદ્ધાંતો અમારા બિઝનેસના તમામ પાસાંમાં સંકલિત થાય છે અને અમારા ભવિષ્યના વિઝનમાં વ્યક્ત થાય છે.

કંપનીએ 12 ડિસેમ્બર, 2024ની અસરથી વેસ્ટર્ન રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર (ડબ્લ્યુઆરએલડીસી) તરફથી તેના 200 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ માટે સ્ટેન્ડિંગ ક્લિયરન્સ મેળવ્યું છે. તેના મહત્વાકાંક્ષી ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો આ પહેલો તબક્કો 376 મેગાવોટ વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ્સ (ડબ્લ્યુએચઆરએસ) ઉપરાંત સોલર અને વિન્ડ સહિત 1 ગિગાવોટ રિન્યૂએબલ એનર્જી એટલે કે ગ્રીન એનર્જી તરફ કંપનીના રૂ. 10,000 કરોડના રોકાણ માટે વધુ વેલ્યુ અનલોક કરવાનો માર્ગ મોકળો કરશે.

આ પ્રોજેક્ટની બાકીની 806 મેગાવોટ ક્ષમતા પૈકી ખાવડાથી 156 મેગાવોટ પવન ઊર્જા અને રાજસ્થાનથી બીજી 300 મેગાવોટ સૌર ઊર્જા તબક્કાવાર માર્ચ 2025 સુધીમાં પૂરી થવાની શક્યતા છે. બાકની 350 મેગાવોટ સૌર ઊર્જા જૂન 2025 સુધીમાં પૂરી થવાની સંભાવના છે.

અંબુજા સિમેન્ટ્સ પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર રહેવાનો વારસો ધરાવે છે અને હરિયાળા તથા વધુ સમાવેશક ભવિષ્યના નિર્માણના ઉદ્દેશ્ય સાથે ભવિષ્ય માટેની પહેલ સાથે સિમેન્ટ ઉદ્યોગના ડિકાર્બોનાઇઝેશન તરફ પ્રયાસ કરવાનું ચાલુ રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.