વડનગરથી 2,500 કિલો પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરી અને સુરક્ષિત નિકાલ માટે અંબુજા સિમેન્ટ ખાતે મોકલવામાં આવ્યો
અંબુજા સિમેન્ટે ગુજરાતના વડનગર ગામમાં કચરાના સઘન મેનેજમેન્ટ માટે લાઇટહાઉસ પહેલનો અમલ કર્યો
ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સે લાઇટહાઉસ પહેલ (એલએચઆઈ) દ્વારા ગુજરાતના વડનગરમાં સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પહેલનો સફળતાપૂર્વક અમલ કરીને કમ્યૂનિટી ડેવલપમેન્ટમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. Ambuja Cements implements Lighthouse Initiative for enhanced waste management in Vadnagar village of Gujarat
પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય હેઠળ જાહેર અને ખાનગી ક્ષેત્રો વચ્ચેના સહયોગ સાથેનો આ પહેલો પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કા દરમિયાન 15 રાજ્યોમાં 75 ગ્રામ પંચાયતો (જીપી)માં શરૂ કરવામાં આવશે જેમાં વડનગર ગામ એલએચઆઈ પ્રોજેક્ટનો અસરકારક રીતે અમલ કરનાર પ્રથમ ગામ બન્યું છે.
અંબુજા સિમેન્ટ્સની સહાયથી ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર બ્લોકમાં સ્થિત વડનગર ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ (એસબીએમ-જી)ના બીજા તબક્કા હેઠળ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ)માં ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે.
અંબુજા સિમેન્ટ્સે ઘરેઘરેથી કચરો એકત્રિત કરવા તથા તેને અલગ પાડવાની કામગીરી માટે વડનગરને ટેકો પૂરો પાડીને એલએચઆઈ હેઠળ અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ સુનિશ્ચિત કર્યું છે. કચરો વીણનારાનું ગ્રુપ બનાવીને તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા સહિતની વધારાની પહેલથી પ્લાસ્ટિક વેસ્ટનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ થઈ શક્યું હતું. નોંધપાત્ર છે કે 2,500 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે અને તેને સુરક્ષિતપણે નિકાલ માટે અંબુજા સિમેન્ટ્સ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
આ સમુદાયને બેઠકો યોજીને તથા જાગૃતતા કાર્યક્રમો દ્વારા સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસએલડબ્લ્યુએમ) અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ)ના મહત્વ અંગે શિક્ષિત કરવામં આવ્યા હતા જેના લીધે કચરાને અલગ પાડવાની પ્રક્રિયામાં સુધારો થયો હતો.
કચરાને અલગ પાડવાની કામગીરી ઉપરાંત વડનગરને અંબુજા સિમેન્ટ્સ તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કોર્પોરેટ સીએસઆર સામેલગારીનો પણ ટેકો મળ્યો હતો જેમાં બિહેવિયર ચેન્જ કમ્યૂનિકેશન, સામુદાયિક વિકાસ તથા જાગૃતતા કાર્યક્રમો પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ અને સામુદાયિક કલ્યાણ માટેની તેની અવિરત પ્રતિબદ્ધતા સાથે અંબુજા સિમેન્ટ્સ ટકાઉ વિકાસના ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરે તેવી પહેલમાં અગ્રેસર રહી છે.