ફ્રી કોરોના ટેસ્ટીંગ માટે અમદાવાદમાં 50 કિયોસ્ક ઉભા કરાયા
અમદાવાદ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટ ઝડપી બનાવવા માટે 50 કિયોસ્ક બનાવવામાં આવ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરની ટીમો 10 થી બપોરે 3.00 કલાક સુધી દરરોજ કોરોનાના ટેસ્ટ અમદાવાદના નાગરીકો માટે વિના મુલ્યે કરવામાં આવશે.
આ માટે શહેરના બગીચાઓની બહાર તેમજ અન્ય કેટલાંક સ્થળોએ આ કિયોસ્ક બનાવવામાં આવ્યા છે. પરિમલ ગાર્ડનની બહાર પણ આવું જ એક કોરોના ટેસ્ટિંગ કિયોસ્ક ઉભું કરવામાં આવ્યુ છે. શહેરમાં વધતા જતાં કોરોનાના કહેરના પગલે શહેરમાં કિયોસ્ક બનાવવામાં આવ્યા છે. સ્થળ ઉપર તરત જ આનું રીઝલ્ટ પણ મળી જાય છે.