Western Times News

Gujarati News

AMCએ ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓને હયાતીનું સર્ટિ. લેવા સિવિક સેન્ટર પર રૂબરૂ આવવા કહ્યું

પ્રતિકાત્મક

AMC ઓનલાઈન ટેક્સ સ્વીકારે છે પણ સર્ટિફિકેટ માટે રૂબરૂ બોલાવે છે
અમદાવાદ,  શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાની કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓને ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ આ ગાઈડલાઈનનો ભંગ થાય તેવો પરિપત્ર કર્યો છે. કોર્પોરેશનના પેન્શનરોને હયાતીના ફોર્મ જમા કરાવવા માટે રૂબરૂ સિવિક સેન્ટર પર આવવા જણાવ્યું છે.

શહેરમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સિનિયર સિટિઝનોને ફોર્મ જમા કરાવવા બોલાવી વિવાદ ઉભો કર્યો છે. બીજી તરફ તાજેતરમાં જ કોર્પોરેશને નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવા માટે અપીલ કરી છે. તેમજ ૈંઝ્રૈંઝ્રૈં બેંકની તમામ શાખામાં પણ રોકડમાં ટેક્સ ભરવાની વ્યવસ્થા ગોઠવી છે. આમ કોર્પોરેશન એક તરફ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે કહે છે જ્યારે હયાતીના સર્ટિફિકેટ માટે સિનિયર સિટિઝનને રૂબરૂ બોલાવે છે.

જેને પગલે નાગરિકોમાં અસમંજસ ફેલાઈ રહી છે. હયાતીનું સર્ટિફિકેટ નહિં મેળવી લે તો ઓગસ્ટ ૨૦૨૦થી પેન્શન સ્થગિત કરાશે કોર્પોરેશનના નાણાં વિભાગે પરિપત્ર બહાર પાડ્‌યો છે કે તમામ ઝોનના સિવિક સેન્ટર પર પેન્શનરોએ હયાતીના ફોર્મ મેળવી ૧૫ જૂનથી ૩૧ જુલાઈ સુધીમાં ૧૧થી ૪ વાગ્યા સુધીમાં હયાતીના સર્ટિફિકેટ માટે રૂબરૂ આવવાનું રહેશે. અસલ પેન્શન કાર્ડ, બેંકની અસલ પાસબુક અને પાનકાર્ડ તેમજ આધારકાર્ડની કોપી લઇ લઈને ફરજિયાત આવવું પડશે. જો તેઓ આ સમય દરમ્યાન હયાતીનું સર્ટિફિકેટ નહિં મેળવી લે તો તેમનું પેન્શન ઓગસ્ટ ૨૦૨૦થી સ્થગિત કરવામાં આવશે.

એકતરફ સરકાર અને કોર્પોરેશન ખુદ સિનિયર સિટિઝનને બહાર નીકળવા માટે મનાઈ ફરમાવી રહી છે અને બીજી બાજુ હયાતીના સર્ટિફિકેટ માટે સિવિક સેન્ટર પર રૂબરૂ બોલાવી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓને શું ગાઈડલાઈન ખબર નથી?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.