Western Times News

Gujarati News

AMCના હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ રૂ.૮૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

????????????????????????????????????

“છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી રાજય સરકારની સેવાઓનો યજ્ઞ પ્રજ્વલિત છે”- અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશ રાદડીયા

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વના ઓગસ્ટ માસમાં આજ રોજ પાંચ વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે ‘વિકાસ દિવસ ”નિમિત્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ રૂ ૮૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ૧૦૮૦ આવાસો અને૮૪ જેટલી દુકાનોનું પ્રજાર્પણ કરવામાં આવ્યું.

જેમાં ઉત્તર ઝોન, બાપુનગર વોર્ડમાં આવેલ રાધારમણની ચાલી ખાતે ૫૩૯ આવાસો અને ૫૦ દુકાનો, મધ્ય ઝોનના શાહપુર વોર્ડમાં રબારીવાસમાં ૧૨૧ આવાસોનું ખાતમુહૂર્તતથા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં સરણીયાવાસ ખાતે ૪૨૦ આવાસો અને ૩૪ દુકાનોનું ઇ-ખાતમુહૂર્તવર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીઅને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગેઅમદાવાદ ટાગોર હોલ ખાતે વિશેષ ઉપસ્થિત રહેલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું કે દેશના  પ્રધાનમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિથી આજે છેવાડાના માનવીને અનેક સવલતો મળતી થઈ છે.  સરકારની અનેક સેવાઓનો લાભ દૂર-દૂર અંતરિયાળ ગામમા વસતા લોકો પણ મેળવે તેની  દરકાર માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. નવ દિવસથી ચાલી રહેલા આ સેવાયજ્ઞથી  વિવિધ યોજનાઓની માહિતી અનેક લોકો સુધી પહોચી છે.

દરેકનું સ્વપ્ન હોય છે કે મારું પોતાનું એક ‘’ઘરનું ઘર’’ હોય એમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા  શહેરના અનેક ગરીબ અને મઘ્યમ પરિવારોને આજે તેમના સપનાનું ઘર મળી રહ્યું છે. અનેક લોકોનું સપનુ પૂર્ણ થયું છે. આ માત્ર મકાન નથી . પરંતુ માનવીને જોઈતી તમામ સુખ-સુવિધાવાળું એ ઘર છે. જેમાં વસવાટ કરવાથી પોતીકાપણાનો ભાવ મહેસૂસ થયા વિના નહિ રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં આજે  ૫૩૦૦ કરોડથી વધુના વિકાસકામો લોકોને અર્પણ કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ આવાસોની સંખ્યા સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પર છે તે માટે મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અમદાવાદના વિવિધ સ્થળો પર તૈયાર થયેલ આવાસોનો કમ્પ્યુટરાઇઝ ડ્રો મંત્રી શ્રી ના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં આવાસ મળેલ લોકોને ઘરની ચાવીમંત્રી શ્રી ના હસ્તે આપવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિ.કમિશનરશ્રીમુકેશકુમાર, ડેપ્યુટી મેયર, ધારાસભ્યશ્રીઓ, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, કાઉન્સીલરશ્રીઓ, અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.