AMCના 1055 LIG આવાસ માટે 1 લાખથી વધુ ફોર્મ ભરાયા !
નિમ્ન મધ્યમવર્ગને હંસપુરા-ગોતામાં બનતાં એલઆઈજી આવાસમાં વધુ રસ-મ્યુનિ.હાઉસીંગ પ્રોજેકટ અંતર્ગત ટેકનોલોજી કેટેગરીમાં ૧૭ર૩ આવાસ નિર્માણકાર્ય પ્રગતીમાં
(એજન્સી)અમદાવાદ, શહેરનાં ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને ઘરનું ઘર આપવા માટે કેન્દ્ર અને રાજય સરકારનાં સહયોગથી મ્યુનિ.માં હાથ ધરાયેલી ગરીબ આવાસ યોજના અંતર્ગત હજારો મકાન બનાવી ડ્રો કરી દેવાયા છે.
પરંતુ નિમ્ન મધ્યમવર્ગ માટે એલઆઈજી આવાસ યોજનાઓ નિર્માણાધીન છે. જેમાં નરોડા,હંસપુરા, તથા ગોતામાં ૧૦પપ એલઆઈજી આવાસ માટે અત્યારસુધીમાં એક લાખથી વધુ ફોર્મ ભરાઈ જતાં શહેરમાં લાખો લોકોને મ્યુનિ.ન એલઆઈજી આવાસ યોજનામાં વધુ રસ હોવાનું પુરવાર થયું છે.
મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરી ગરીબોને ઘરનાં ઘર મળે તેવ હેતુથી કેન્દ્ર અને રાજય સરકારનાં ફાળામાંથી વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમમાં રીર્ઝવ રખાયેલા પ્લોટમાં ગરીબ આવાસ યોજનાઓનું નિર્માણકાર્ય પુર્ણ કરી જરૂરીયાતમંદોને ઘરના ઘર આપવામાં આવ્યા છે.
પરંતુ શહેરમાં નિમ્ન મધ્યમવર્ગનાં નાગરીકોની મોટી સંખ્યા છે. અને તેમને પણ ઘરનાં ઘરનો લાભ મળવો જોઈએ તેવા અભીગમ સાથે મ્યુનિ.એ લોઅર ઈન્કમગૃએલઆઈજી આવાસ યોજના પ્રોજેકટ પણ હાથ ધર્યા છે. જેમાં એલઆઈજી ફેઝ-ર અંતર્ગત ૩ જગ્યાએ ૧૯૦૮ આવાસની કામગીરી પુરી કરવામાં આવી છે. જોકે શહેરમાં એલઆઈજી પ્રકારનાં મ્યુનિ.નાં આવાસની ડીમાન્ડ વધવા પામી છે.
મ્યુનિ. દ્વારા એલઆઈજી આવાસ યોજનામાં બે રૂમ રસોડાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તેમાં લાભાર્થીનો ફાળો ફકત સાડા પાંચ લાખ રૂપિયા જ છે. એટલે કે જેને મ્યુનિ. ની એલઆઈજી સ્કીમમાં મકાન લાગે તેણે ફકત સાડા પાંચ લાખ રૂપિયા જ ભરવાનાં રહે છે. તેની સામે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દોડ-દોઢ લાખ મળી ત્રણ લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે.
જોકે આ બધામાં સૌથી મોટો હિસ્સો મ્યુનિ.નો ગણાય કેમ કે જે પ્લોટ પર ગરીબ આવાસ એ કે એલઆઈજી આવાસ બને તે પ્લોટ જ કરોડો રૂપિયાની કિમતનો હોય છે. જે મ્યુનિ. દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે.
મ્યુનિ.સુત્રોએ કહયું કે, મ્યુનિ.ની એલઆઈજી આવાસ યોજનામાં જે મકાન ફકત સાડા પાંચ લાખમાં લોકોને મળે તે જ મકાન પ્રાઈવેટ બિલ્ડર કે ડેવલપર્સ દ્વારા ૩૦-૩પ લાખ રૂપિયામાં વેચવામાં આવે છે.