AMCની ઘર સેવા યોજનામાં રોજ ફક્ત ૬૨ લોકો વેક્સિન લે છે
અમદાવાદ, મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા શહેરમાં વેક્સિનેશન મહાઅભિયાન ઝુંબેશ હેઠળ ઘર જેવા યોજના શરૂ કરાઇ છે. છેલ્લા ૫૪ દિવસથી અમદાવાદમાં આ યોજના ચાલતી હોવા છતાં તેને લોકોનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખુદ તંત્રના સત્તાવાર આંકડા મુજબ પ્રત્યેક દિવસે માંડ ૬૨ લોકોએ ઘર સેવા યોજના હેઠળ વેક્સિનનો ફર્સ્ટ અથવા સેકન્ડ ડોઝ લીધો છે.
તંત્ર દ્વારા વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ ૮૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકો અને ૧૮ વર્ષથી વધુ વયના દિવ્યાંગો માટે ઘેર બેઠા વેક્સિનેશનનો લાભ અપાઇ રહ્યો છે. ગત તા.૭ ઓક્ટોબર-૨૦૨૧થી સત્તાવાળાઓએ વ્યસ્કો અને દિવ્યાંગોને વેક્સિનનો ડોઝ મેળવવામાં કોઇ જાતની તકલીફ ન પડે તેવા આશયથી મેડીકલ ટીમે ઘેર આવીને આ સેવા પૂરી પાડે છે.
જાેકે ઘર સેવા યોજના હેઠળ કરાયેલા વેક્સિનેશનના ખુદ તંત્રના આંકડા ભારે ચોંકાવનારા છે. ગત તા.૭ ઓક્ટોબર, ૨૦૨૧થી ૨૯ નવેમ્બર -૨૦૨૧ સુધીના છેલ્લા ૫૪ દિવસમાં માત્ર ૩૩૪૫ લોકોએ વેક્સિનનો ફર્સ્ટ અથવા બીજાે ડોઝ લીધો છે. ઘર સેવા યોજનાનો લાભ લેવા.
જે તે વયસ્ક અથવા તો દિવ્યાંગ નાગરિકો પહેલા તંત્રની વેબસાઇટ પર ઉપલબ્ધ લિન્ક તેમજ તંત્ર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર ૬૩૫૭૦૯૪૨૪૪, ૬૩૫૭૦૮૪૨૨૭ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજિસ્ટ્રેશનનું મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા વેરિફિકેશન કરાવીને તે કરાયા પછીના દિવસોમાં લાભાર્થીએ ફાળવેલા દિવસ અને સમય મુજબ તેમના ઘેર જઇને વેક્સિનેશન કરાય છે.