AMC દ્વારા કાલુપુરમાં રસ્તા પરના દબાણો દુર કરવાની સખ્ત કાર્યવાહી
અપદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ / ટી.ડી.ઓ.ખાતા દ્વારા મધ્યઝોન એસ્ટેટ ટી.ડી.ઓ વિભાગ દ્વારા,શાહીબાગ વોડમાં આવેલ કાલુપુર શાક માકેટ તથા જુની તરુણમીલ પાસે આવેલ ટી.પી.સ્કીમનં. પ/પ (સીટી વોલ ) ના ફા.પ્લોટ નં. ૮૧ તથા સંલગ્ન રસ્તા રસ્તા પરનાં બિનઅધિકૃત દબાણકતાઓને અત્રેથી થડા તથા શેડ પ્રકારનું દબાણ દુર કરવા નોટીસો /સુચના આપી તાકિદ કરેલ,પરંતુ દબાણકતાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરેલ ન હોઈ, આજ રોજ મધ્યઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતું તથા માધુપુરા પોલીસ સ્ટેશનની મદદ મેળવી, કુલ ૩ જે.સી.બી મશીન,ર ડમ્પર,દબાણ વાન વિગેરનો ઉપયોગ કરી, કુલ ૧૫૫ નંગ થડા/શેડ દબાણો દૂર કરવામાં આવેલ છે.
સદર દબાણો દુર કરવાથી અંદાજીત ૩૫૦મી.ની લંબાઈનો રસ્તો તથા ૧૬૪૦૦ ચો.મી.નો પ્લોટ દબાણ મુકત થયેલ છે. સદરહું દબાણો દુર થવાથી સ્થાનિક રહીશોની અવર-જવરમાં તથા ટ્રાફિકની અવર જવરમાં પણ સરળતા થયેલ છે, જેનાથી સ્થાનિકોમાં હષની લાગણી ફેલાઈ ગયેલ. આમ, આગામી દિવસોમાં પણ રસ્તા ઉપરના દબાણો દુર કરવાની કામગીરી સઘન રીતે ચાલુ રાખવામાં આવનાર છે.