AMC ફૂટપાથ પર મૃત્યુ પામેલી વ્યક્તિના સ્વજનોને ૩.૬૨ લાખનું વળતર ૨૮ વર્ષે ચૂકવશે
ગટરનો સ્લેબ તૂટી પડતાં ત્રણ વ્યક્તિઓ ગટરમાં પડ્યા હતા કોર્ટે માન્યું હતું કે સરકારી સંસ્થાન દ્વારા ફૂટપાથને સારી સ્થિતિમાં રાખવામાં પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી.
અમદાવાદ,ગટર પર ફૂટપાથના સ્લેબને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યાના અઠ્ઠાવીસ વર્ષ પછી સ્થાનિક કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પીડિતના બાળકોને વ્યાજ સાથે રૂ. ૩.૬૨ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે માન્યું હતું કે સરકારી સંસ્થાન દ્વારા ફૂટપાથને સારી સ્થિતિમાં રાખવામાં પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી.
આ અકસ્માત ૨૯ સપ્ટેમ્બર, ૧૯૯૪ ના રોજ થયો હતો, જ્યારે ૨૮ વર્ષીય સ્કૂટર મિકેનિક રાજુ પરમાર તેના બે સહાયકો સાથે પોતાના ગેરેજની બહાર છસ્ઝ્ર ફૂટપાથ પર ઊભો હતો. ભુલાભાઈ ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મવોટર ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી હતી જેના પર આ ફૂટપાથ બનાવવામાં આવી હતી.
ગટર પર રહેલો ફૂટપાથનો સ્લેબ તૂટી પડતાં દુકાન બહાર ઉભેલા ત્રણેય ગટરમાં પડી ગયા. જેમાં પરમારનું મૃત્યુ થયું હતું જ્યારે તેના બંને સહાયકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના પછી પરમારના પરિવારે જેમાં તેમની વિધવા પત્ની, પિતા અને બે સગીર બાળકો એએમસી પાસેથી ફૂટપાથની જાળવણીમાં બેદરકારી બદલ રુ. ૬ લાખનું વળતર માંગ્યું હતું.
આ સાથે કોર્ટમાં તેમણે પોતાના કેસની દલલી કરતાં આ જ રસ્તા પર ફૂટપાથના સ્લેબ તૂટી પડવાના અગાઉના બે બનાવોને પણ ટાંક્યા હતા, અને રજૂઆત કરી હતી કે છસ્ઝ્ર યોગ્ય રીતે પોતાની જવાબદારી નિભાવવા તેમજ ફૂટપાથની માવજત કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેમજ સરકરારી બોડી દ્વારા ગટર અને તેના પરના સ્લેબના સમયસર સમારકામની અવગણના કરવામાં આવી હતી. જેથી કરીને રાજુ પરમારના મૃત્યુ માટે તે કાયદેસર રીતે જવાબદાર છે.
બીજી તરફ એએમસીએ દાવો કર્યો હતો કે તેના અધિકારીઓ નિયમિતપણે ડ્રેનેજ લાઇનોનું નિરીક્ષણ કરે છે, પરંતુ શહેર વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને ત્યાં હજારો શેરીઓ અને ડ્રેનેજ લાઇનો છે, દરેક વરસાદી ગટર પર સતત નજર રાખવી અશક્ય છે. તેમણે કહ્યું કે આ કેસમાં તેના અધિકારીઓનો કોઈ ખોટો ઈરાદો નથી. આ સાથે છસ્ઝ્ર એ એવી પણ દલીલ કરી હતી કે પરમાર કાયદેસરની પરવાનગી વગર ગેરેજની જગ્યા માટે ફૂટપાથ પર કબજાે કરીને વેપાર કરી રહ્યો હતો.
અને તેના કામ માટે ફૂટપાથનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યો હતો. ફૂટપાથ પર તેમના દ્વારા સતત વાહનોના સમારકામના કારણે સ્લેબને નુકસાન થયું હતું. આમ છસ્ઝ્રના અધિકારીઓ જવાબદાર નથી અને પીડિતની પોતાની બેદરકારીને કારણે અકસ્માત થયો હતો. એટલું જ નહીં છસ્ઝ્રએ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ પોતાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પર કાયદાકીય અવરોધનો આશરો લીધો.
જાે કે, કોર્ટે આ અકસ્માતમાં એ માનવાનો ઇનકાર કર્યો હતો કે છસ્ઝ્ર અધિકારીઓની કોઈ ભૂમિકા નથી. કેસની સુનાવણી કર્યા પછી, સિટી સિવિલ જજ એમ. એ. ભાટીએ કહ્યું, “રેકર્ડ પરની સામગ્રીનું અવલોકન કર્યા પછી અને તપાસ્યા પછી આ અદાલતનું માનવું છે કે વાદી પક્ષ એ સ્થાપિત કરવામાં સફળ થયો કે પીડિતનું મૃત્યુ પ્રતિવાદી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનું પરિણામ હતું.” મહત્વનું છે કે કેસનો ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં પીડિતના વિધવા પત્ની અને પિતાનું પણ અવસાન થયું છે અને હાલ તેમના બાળકો પુખ્તવયમાં પહોંચી ગયા છે.sss