AMC સેક્રેટરી ઓફિસના ડ્રાઈવરનું કોરોનાથી મોત
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્રેટરી ઓફિસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હરીશભાઈ કોષ્ટીનું કોરોના ને કારણે દુઃખદ નિધન થયું . દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીશભાઈના પરિવારનો સાથે વાતચીત કરી હતી. હરીશભાઇ કોષ્ટી નરેન્દ્ર મોદી સાથે ઇજીજીમાં કાર્યરત હતા. સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સમાચાર મળતા જ પરિવારના સભ્યઓને ટેલિફોન કરી હરીશ કોષ્ટીના નિધન અંગે સાંત્વના આપી શ્રદ્ધાંજલિ પાઠવી. આજે પણ વડાપ્રધાન મંત્રીએ આ અગાઉ પણ કોરોના વાયરસના પગલે અનેક કાર્યકર્તાઓ સાથે ટેલિફોન પર વાત કરી ચુક્યા છે.
દરમિયાન રાજ્યમાં ૨૩મી જુલાઈના સાંજે ૫.૦૦ વાગ્યાના આંકડા મુજબ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના ૧૦૭૮ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૭૧૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ ના કારણે ૨૮ દર્દીના મોત થયા છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૨૫૬ કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી કોરોનાના કેસમાં અચનાક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસ કોરોનાના ૧,૦૦૦ કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગુરૂવારે ૨૩મી જુલાઈના રોજ કોરોનાના ૧૦૭૮ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૨૮ દર્દીઓનાં દુખધ નિધન થયા હતા. એક સમયે રાજ્યમાં કોરોનાના દર્દીઓની મોતની સંખ્યા ૧૦ સુધી આવી ગઈ હતી જેમાં ફરી ત્રણ દિવસથી ઉછાળો જાેવા મળી રહ્યો છે.
દરમિયાન અત્યારસુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના ૫૨,૫૬૩ કેસ નોંધાઈ ચુક્યા છે. આ પૈકીના ૩૭, ૯૫૮ દર્દીઓ રિકવર પણ થઈ ચુક્યા છે. ગુજરાતમાં અત્યારસુદીમાં ૫૨૨૫૭ દર્દીનાં મોત થયા છે. આ કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરત શહેરના છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૫,૧૬૭ પોઝિટિવ કેસ અને ૧૫૬૬ મૃત્યુ થયા છે, જ્યારે સુરતમાં ૧૦,૭૯૪ કેસ અને ૩૨૯ દર્દીનાં મૃત્યુ થયા છે.