કર્મચારીઓની હાજરી માટેની મોબાઈલ એપ્લીકેશનના અમલમાં મ્યુનિ. કોર્પો. નિષ્ફળ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ એક બે અને ત્રણ ના ના કર્મચારીઓની હાજરી માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે આ સ્માર્ટ એપ્લિકેશન ૧૬ સપ્ટેમ્બર થી શરૂ થઈ ગઈ છે. તેમ છતાં મોટાભાગના અધિકારીઓ દ્વારા આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરુદ્ધ વ્યક્ત કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ગ ૧, ર અને ૩ના તમામ કર્મચારીઓ દ્વારા કરાયેલ ક્ષેત્રીય કામગીરીનો રિપોર્ટ, સ્થળ પરના ફોટા તથા જીપીએસ બેઝ હાજરી ભરવા બાબતે સ્માર્ટ સીટી અંતર્ગત “સ્માર્ટ સીટી ૩૧૧” નામનથી મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ હતી
તે અંતર્ગત તમામ કર્મચારી રોજે રોજ તેઓએ કરેલ કામગીરી તેમની હાજરી વિ. બાબતોને તે એપ્લીકેશનમાં અપલોડ કરવાની થતી હતી સાથે સાથે તમામ કર્મચારીઓ તેઓની દૈનિક હાજરી એપ્લીકેશનમાં પંચ ઈન તથા પંચ આઉટ કરી મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી ફકત સેલ્ફી લઈ હાજરી ભરી શકાય
તેવી એપ્લીકેશન મ્યુ. કોર્પો. દ્વારા તૈયાર કરી તેને સુનિશ્ચિત કરવાની જવાબદારી જે તે ખાતાના એચ.ઓ.ડી.ને સોંપેલ હતી અને તા.૧૬.૯.રરના રોજથી વર્ગ ૧, ર અને ૩ના તમામ કર્મચારીઓએ કરેલ ક્ષેત્રીય કામગીરીનો રિપોર્ટ તથા હાજરી સદર મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી ભરવાની રહેશે
તે બાબતનો સરકયુલર મ્યુ.કમિશ્રી દ્વારા કરવામાં આવેલ હતો તે બાબતનું માર્ગદર્શન આપવા બાબતે ઈ-ગર્વનન્સ ડીર્પા. દ્વારા તમામ ઝોનમાં ટીમ મોકલી એપ્લીકેશન બાબતની જરૂરી માર્ગદર્શન આપેલ હોવા છતાં આજ દિન સુધીમાં માત્ર ર૪૦૦ જેટલા વિવિધ અધિકારી/ કર્મચારીઓ દ્વારા જ એપ્લીકેશનનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે
હજુ પણ ૩૩૦૦ જેટલા અધિકારી/ કર્મચારી દ્વારા તે એપ્લીકેશનનું રજીસ્ટ્રેશન નહી કરાતાં મ્યુ. કમિશ્રી દ્વારા થયેલ સરકયુલરનો અસરકારક અમલ થઈ શકેલ નથી આ અગાઉ ફેસ રીડીગ એટેન્ડન્સ કરવા બાબતે જરૂરી અમલીકરણ કરાયેલ હતું પરંતુ તે સમયે ડે. મ્યુ. કમિશ્રી, તથા એચ.ઓ.ડી. દ્વારા જ તેનો વિરોધ કરાયેલ હતો
જેથી તે સિસ્ટમનું બાળમરણ થઈ જવા પામેલ હવે તે સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે પરંતુ વર્ગ-૧ના અધિકારીઓ તેનું સ્વયં અમલીકરણ કરવા રાજી નથી તેવું જણાઈ રહયું છે જેથી સ્માર્ટ સીટી અંતર્ગત બનાવેલ “સ્માર્ટ સીટી ૩૧૧” નામથી મોબાઈલ એપ્લીકેશન માત્ર નામ પુરતી રહી પામે તેવી સંભાવના જણાઈ રહી છે.