મ્યુનિસિપલ ઓડિટ રીપોર્ટ વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવા કોંગ્રેસની માંગણી
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષે અંદાજે રૂા.૮૮૦૦ કરોડ જેટલી માતબર રકમનું બજેટ મંજુર કરવામાં આવે છે તે બજેટમાં નવા વિકાસ કામો તથા મેઇન્ટનન્સ સહિતના અન્ય કામો આગામી વર્ષે કરવાની રૂપરેખા નક્કી કરવામાં આવે છે,
તે બજેટ અમદાવાદ શહેરને આગામી કઇ કઇ સુવિધા તથા સેવા મળવાપાત્ર છે તેનું પ્રતિબિંબ પાડે છે તે બજેટને અમદાવાદ મ્યુ.કોર્પોની વેબસાઇટ પર પ્રસિધ્ધ પણ કરવામાં આવે છે તેવી જ રીતે કરવામાં આવેલા કામો અને તેમાં થતા ભ્રષ્ટાચાર ની વિગતો જાહેર કરતાં ઓડિટ અહેવાલ ને પણ વેબસાઈટ પર મુકવા કોંગ્રેસ ઘ્વારા માંગણી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આ અંગે જણાવ્યું હતું કે પ્રજા ના નાણાંથી થતાં કામો તથા અન્ય કામોનું ઓડીટ મ્યુ. કોર્પો.દ્વારા દર વર્ષે કરવામાં આવે છે તે ઓડીટ દરમ્યાન કયા કયા ખાતાની ભુલો છે તેમજ ક્યાં ત્રુટિ રહેવા પામેલ છે
તે બાબતની તમામ માહીતી ઓડીટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતા ઓડીટ રીર્પોટમાં દર્શાવવામાં આવે છે પ્રજા પોતાના પરસેવાના નાણાંથી ટેક્ષ ભરે છે અને તે નાણાંથી મ્યુ.કોર્પોમાં વિકાસ કાર્યો તથા મેઇન્ટનન્સ સહિતના અન્ય ખર્ચા કરવામાં આવે છે જેથી જે રીતે જે તે વર્ષનું બજેટ વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવે છે
તે જ રીતે દર વર્ષે પ્રસિધ્ધ થતાં ઓડીટ રીર્પોટ વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવો જાેઇએ. પ્રજા ના નાણાંનો કયાં કયાં ખર્ચ કરવામાં આવે છે અને કર્યો કર્યો વ્યય થાય છે તે જાણવાનો પ્રજાને અધિકાર છે ઓડીટ રીર્પોટ અત્યાર સુધી પ્રજા સમક્ષ મુકેલ નથી માટે પારદર્શક વહીવટ આપવા માટે હવે પછી પ્રસિધ્ધ થનારા ઓડીટ રીર્પોટ વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે