મચ્છરોનો ઉપદ્રવ કંટ્રોલમાં લાવવા AMC સજાગ
અમદાવાદ, આપણા શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગચાળાના દર સિઝનમાં ઓછા-વધતા કેસ નોંધાતા રહે છે. આ મચ્છરજન્ય રોગચાળો ખાસ કરીને ચોમાસામાં ભારે ઉપદ્રવ મચાવીને લોકોને તોબા પોકારાવે છે.AMC aware of mosquito infestation control
આ રોગચાળો હાલના ગ્લોબલ વોર્મિંગના કારણે લગભગ બારમાસી બન્યો હોઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મચ્છર નિયંત્રણની કામગીરી પાછળ ભારે જહેમત ઉઠાવવી પડે છે. આ અંગે મ્યુનિસિપલ વિપક્ષના ઉપનેતા અને દરિયાપુરના કોર્પોરેટરને મળેલી એક સત્તાવાર માહિતી મુજબ મ્યુનિ. તિજાેરીમાંથી છેલ્લા વર્ષે મચ્છર નિયંત્રણ માટે રૂ. ૪.૮૭ કરોડ ખર્ચાયા હતા.
તંત્ર દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગ સામે લડત આપવા ખાસ મેલેરિયા વિભાગ કાર્યરત કરાયો છે. આ મેલેરિયા વિભાગ દ્વારા મચ્છર તથા મચ્છરજન્ય રોગો સામે નિયંત્રણની કામગીરી કરવામાં આવે છે. સામાન્ય રીતે મેલેરિયા અને ડેન્ગ્યુનાં મચ્છર ઘર અને ઓફિસમાં જ મોટા પ્રમાણમાં જાેવા મળે છે.
સિમેન્ટની ખુલ્લી ટાંકી, એરકૂલર, ફ્રીઝની બહારની ટ્રે, માટલું, ફૂલદાની, ખુલ્લાં ટાયરો, શીશીઓ, ડબા, પ્લાસ્ટિક બોટલ, પેપરકપ, ભંગાર, મનીપ્લાન્ટની ભરેલી બોટલ, ચબૂતરા, ઢોરના હવાડા કે ચણતર માટેની કુંડી વગેરે જગ્યાઓમાં મચ્છરો મોટા પ્રમાણમાં પેદા થાય છે. આ મચ્છરોના નાશ માટે તંત્ર દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. Ss3.PG