AMC દ્વારા બાપુનગર વોર્ડમાં ‘સ્વચ્છતા હિ સેવા’ અભિયાન અંતર્ગત સ્થાનિક લોકોને જાહેરમાં કચરો ન ફેકવાની અપિલ કરાઈ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ઉત્તર ઝોનના બાપુનગર વોર્ડમાં વિરાટનગર નેશનલ હાઈ વે નં.૮ બાપુનગર ખાતે લોકભાગીદારીથી સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત સફાઈ કામદારો દ્વારા સ્વચ્છતા સ્લોગન અને સુત્રોચાર દ્વારા સુકા અને ભીનાનું વર્ગીકરણ, જાહેરમાં કચરો નહી ફેકવા તથા પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા બાબતે સ્થાનીક લોકોને અવગત કરવામાં આવ્યા હતા. આ સાથે સફાઈ કામદારો દ્વારા પ્લોગીંગ ડ્રાઈવ કરાવી કચરો ઉપાડવાની કામગીરી કરાવેલી તેમજ સ્વચ્છતા અંગેનાં શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગના ડે.એસ્ટેટ ઓફિસર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડે.ડાયરેક્ટર તેમજ બાપુનગર વોર્ડનો સેનેટરી સ્ટાફ, સફાઈ કામદારો તથા સ્થાનીક લોકો જોડાયા હતા.