Western Times News

Gujarati News

AMC બોર્ડમાં ભરતી કૌભાંડ મામલે હોબાળો થતાં બોર્ડ મુલતવી

(પ્રતિનિધિ )અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ (વહીવટી શાખા) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટેકનીકલ સુપરવાઈઝરોની ભરતીમાં એક ક્લાર્ક દ્વારા આન્સર કીનો દુરૂપયોગ કરીને ત્રણ ઉમેદવારોના માર્કસ ઉમેરીને પૂર્વ અને હયાત AMC કર્મચારીઓના સગાંને નોકરી અપાવવાના કૌભાંડના પર્દાફાશ થવાના મામલે વિપક્ષી નેતા સહિત કોર્પોરેટરોએ ‘શેઈમ શેઈમ’ સૂત્રોચ્ચાર પોકારીને અને

‘મામા ભાણિયાન AMC, કાકા ભત્રીજાની AMC, ભરતી કૌભાંડ બંધ કરો’ સહિતના બેનરો દર્શાવીને વ્યાપક વિરોધ કરવા સાથે ડાયસ પર ચડી જઈને વિરોધ સાથે ભારે ધાંધલ અને હોબાળા વચ્ચે કાર્યકારી મેયર જતીન પટેલે મ્યુનિસિપલ બોર્ડ મુલતવી રાખ્યું હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં ઝીરો અવર દરમિયાન વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે એ જણાવ્યું હતું કે, AMCમાં શાસક પક્ષની ખોટી નીતિને કારણે ડ્રાઈવર, જુનિયર ક્લાફ્‌, બાઉન્સરો, સહિત વિવિધ કેટેગરીમાં આઉટર્સોસિંગથી કામગીરી કરાવીને કોન્ટ્રાક્ટરોને કરોડોનો લાભ કરાવવામાં આવે છે. AMC દ્વારા આઉટર્સોસિંગથી રાખવામાં આવતા બાઉન્સરોને રૂ. ૩૫ કરોડ, સ્કુલ બોર્ડમાં પ્રવાસી શિક્ષકોને રૂ. ૧૦૦ કરોડ,

ગાર્ડને રૂ. ૮ કરોડ. કોમ્પ્યુટર ઓપરેટરોને રૂ. ૩ કરોડ, IASમાં ગાર્ડને રૂ. ૧૫ કરોડ સહિત આઉટર્સોસિંગ પેટે ચૂકવવામાં આવ્યા છે. ગત સપ્ટેમ્બરમાં IAS પ્રોફેશનલની મહિને રૂ. ૩ લાખ, ૪૦ હજારનો પગારથી સેવાઓ મેળવવામાં આવી છે. AMCમાં ફરજ બજાવતા ૈંછજી,  ડ્ઢરૂસ્ઝ્રને ચૂકવવામાં આવતા પગાર કરતાં પણ વધુ પગાર IASપ્રોફેશનલ્સને અપાયો છે.

છેલ્લાં ૫ વર્ષમાં ૩૭ પરીક્ષામાં જીં, લેબ. ટેકનીશીયન, એસ્ટેટ, ટેકનીકલ સુપરવાઈઝર, એન્જિનીયર, વગેરેની ૧,૯૭૫ ભરતી કરાઈ હતી. આ ભરતી માટે કુલ ૧,૮૩,૯૦૫ અરજી આવી હતી અને તે પૈકી ૮૨,૮૭૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને તે પૈકી ૬,૨૧૦ ઉમેદવારોને વેરીફીફીકેશન માટે બોલાવાયા હતા અને તે પૈકી ૧,૮૮૧ને નોકરીએ રાખવામાં આવ્યા છે.

આમ, શહેરમાં વ્યાપક બેરોજગારી હોવાનું જોવા મળે છે. વિપક્ષી નેતાએ, છેલ્લાં પાંચ વર્ષોમાં કરાયેલી ભરતીમાં AMCના સગાં અને મળતિયાઓને નોકરી આપવામાં આવી હોવાની શંકા દર્શાવી હતી. આઉટર્સોસિંગ સર્વિસીસમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીદીઠ રૂ. ૨૦,૦૦૦ લેખે AMC પાસેથી કરોડો રૂપિયા મેળવીને કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીને ફક્ત રૂ. ૧૦,૦૦૦ ચૂકવવામાં આવતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો

અને આઉટર્સોસિંગ, કોન્ટ્રાક્ટથી નોકરી આપવાને બદલે AMC કર્મચારી તરીકે ભરતી કરવાની તેમણે માગણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.