અમદાવાદની હદમાં નવા ભળેલા વિસ્તારોમાં બોગસ ડીગ્રી ધરાવતા ડોકટરો સામે કાર્યવાહી કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હર ઘર તિરંગા નું આયોજન કરશે-AMC 2 કરોડના ખર્ચે 3.5 લાખ જેટલા તિરંગા (વોર્ડ દીઠ 7000) આપશે
(પ્રતિનિધિ) અમદાવાદ, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક ઘર પર તિરંગો લગાવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ ની આ અનોખી ઉજવણી આ વરસે પણ યથાવત રહેશે. તેમજ શહેરમાં દરેક ઘર સુધી તિરંગા લગાવવામાં આવશે. આ ઉપરાંત બોગસ ડીગ્રી ધરાવતા ડોકટરો સામે કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મનકી બાતમાં 15 ઓગસ્ટે તિરંગા લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. જેના પગલે કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકોને મફતમાં તિરંગા આપવામાં આવશે. દરેક વોર્ડ દીઠ 7,000 તિરંગા આપવામાં આવશે.
જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 કરોડના ખર્ચે દરેક વોર્ડમાં 7,000 એમ 3.5 લાખ જેટલા તિરંગા આપવામાં આવશે. દરેક નાગરિકોને ફ્રીમાં તિરંગા વિતરણ કરવામાં આવશે. દરેક કોર્પોરેટ 1 લાખનું બજેટ તિરંગા માટે ફાળવવામાં આવશે. કોર્પોરેટરો દ્વારા બજેટ ફાળવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા ભળેલા વિસ્તારો જેમાં ગામડાઓ અને સ્લમ વિસ્તાર આવતા હોય ત્યાં ડોક્ટરોની તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. દિન પ્રતિદિન ગામડાઓ તેમજ ગરીબ વસ્તીમાં કેટલાક લોકો બોગસ ડોક્ટર બનીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતાં હોય છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.