અમદાવાદ મ્યુનિ. BJPનો સંકલ્પ “ખેલે અમદાવાદ- સ્વસ્થ અમદાવાદ”
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/1402-city-1024x683.jpg)
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિએ ડ્રાફટ બજેટમાં રૂ.૧પ૦૧ કરોડના વધારા સાથે રૂ.૧પપ૦ર કરોડનું બજેટ મંજુર કર્યું
ટ્રાફિક સર્કલો પર ફ્રી લેફ્ટ ટર્ન ડેવલપ
– જીવરાજચાર્ક ચાર રસ્તા
– માનસી ચાર રસ્તા
– શ્યામલ ચાર રસ્તા
– નારોલ સર્કલ
– સોનીની ચાલ સર્કલ
– નરોડા મુઠીયા સર્કલ
– શાહીબાગથી દધીચી તરફ રોડ
– વાસણા ગામના નાકા વાળા ચાર રસ્તા તથા અન્ય જરૂરિયાત મુજબ
નવા બગીચા બનાવવા- રિનોવેશન કરવા
– પ્રહલાદનગર ગાર્ડનનું નવીનીકરણ
– ચાંદલોડીયા વોર્ડમાં ટી.પી. ૩૩માં ગાર્ડન બનાવવો
– બોપલમાં નવો ગાર્ડન બનાવવો
– બાપુનગર વોર્ડમાં મીરર ગાર્ડન બનાવવો
– ચાંદખેડા વોર્ડમાં વિભૂતિ ગાર્ડનનું નવીનીકરણ
– ચાંદખેડા વોર્ડમાં ટી.પી. ૬૯માં ગાર્ડન બનાવવો
– રાણીપ વોર્ડમાં વિભૂતિ ગાર્ડનનું નવીનીકરણ
– ચાંદલોડીયા વોર્ડમાં ટી.પી. ૩૩માં ગાર્ડન બનાવવો
– વસ્ત્રાલ વોર્ડમાં ટી.પી. ૧ર૮ તથા એફ.પી. ૪૭૮માં ગાર્ડન બનાવવો
– નિકોલ વોર્ડમાં ચિત્રકુટ પાર્ક પાસે ટી.પી. ૧૦૩માં નવો બનાવો તથા અન્ય જરૂરિયાત મુજબ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવા મ્યુનિ. કમિશનર દ્વારા નાણાંકિય વર્ષ ર૦રપ-ર૬ માટે રજુ કરવામાં આવેલ રૂ.૧૪૦૦૧ કરોડના ડ્રાફટ બજેટમાં ભાજપના સત્તાધીશોએ રૂ.૧પ૦૧ કરોડનો વધારો કરી રૂ.૧પપ૦ર કરોડનું બજેટ સ્ટેન્ડિગ કમિટીમાં મંજુર કર્યું છે. આ બજેટમાં ઓલિÂમ્પક ર૦૩૬ને ધ્યાનમાં લઈ ખેલે અમદાવાદ- સ્વચ્થ અમદાવાદ પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત એડવાન્સ ટેક્ષ ભરનાર કરદાતાઓ માટે ખાસ વળતર પણ જાહેર કરવામાં આવ્યા છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ બજેટની વિગત આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેર જયારે ઓલિÂમ્પકની યજમાની માટે તૈયારી કરી રહયું છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન પણ આમાં ફાળો આપી સહભાગી બનશે. નવા નાણાંકિય વર્ષમાં ખેલ ને મહત્વ આપવામાં આવશે. જે અંતર્ગત સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનિકરણ કરવામાં આવશે.
આ ઉપરાંત જુદા જુદા ઓવરબ્રીજ નીચે સ્પોર્ટસ એક્ટિવિટી ડેવલોપ કરવામાં આવશે. તેમજ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમને પણ ડેવલોપ કરવાનું આયોજન કરાયું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્ષમાં રિબેટ સ્ક્રીમમાં ખાસ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એડવાન્સ ટેક્ષ પેટે ૧૦ ટકા રિબેટ આપવામાં આવતી હતી તેના બદલે ૧ર ટકા આપવામાં આવશે.
તેમજ ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ એક ટકો રિબેટ મળશે તથા જે કરદાતાએ સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્ષ ચુકવ્યો હોય તો તેમને વધુ રટકા રિબેટ મળશે. આવા કરદાતાને કુલ ૧પ ટકા રિબેટ મળશે. રાજય સરકારના સહયોગથી ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટનું કામ ચાલી રહયું છે. જેના ફેઝ-૧નું કામ લગભગ ૭૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. હવે ઘોડાસર, ઈસનપુર, લાંભા, વટવા તથા દાણીલીમડા વોર્ડમાંથી પસાર થતી કેનાલને રૂ.૧૦૦ કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવશે.
શહેરના જુદા જુદા ગામતળના વિકાસ માટે રૂ.૪પ કરોડ ફાળવવામાં આવ્યા છે જયારે અમદાવાદ શહેરને નાળા મુકત કરવા માટે રૂ.રપ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં હયાત પાર્ટી પ્લોટના નવીનિકરણ અને ઓડિટોરિયમ બનાવવા માટે રૂ.રપ કરોડની ફાળવણી કરવામાં આવી છે તમામ તળાવના પાણીશુધ્ધી કરણ માટે બાયોરેમેડીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરવામં આવશે
જેના માટે રૂ.૧૦ કરોડની પ્રાથમિક જોગવાઈ કરવામાં આવી છે. શહેરના હયાત બગીચાના રિનોવેશન તેમજ નવા બનાવવા માટે રૂ.ર૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. જયારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સોલાર પાર્ક બનાવવા માટે રૂ.ર૦ કરોડ ફાળવ્યા છે. શહેરના ગીચ વિસ્તાર જેવા તેમજ અગત્યના રોડ પર ફ્રુટ ઓવરબ્રીજ બનાવવા માટે રૂ.૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ફ્રુટબ્રીજ એરપોર્ટ રોડ, વસ્ત્રાપુર તળાવ, પ્રહલાદનગર રોડ, ૧૩ર ફુટ રીંગરોડ, આશ્રમ રોડ તથા શ્રીજી રોડ પર બનાવવામાં આવશે.
અમદાવાદ શહેરના વિવિધ બગીચાઓમાં રમતગમત અને કસરતના સાધનો મુકવામાં આવશે જેના માટે નવા નાણાંકીય વર્ષમાં રૂ.પ કરોડનો ખર્ચ કરવામં આવશે. આ ઉપરાંત રાણીપ, ઓઢવ, મકતમપુરા અને બાપુનગર વોર્ડમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. જયારે ઈસનપુર, લાંભા, નવરંગપુરા, જુના રાણીપ, મણીનગર અને વિરાટનગર વોર્ડમાં લાયબ્રેરી બનાવવા માટે રૂ.પ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગોતા, દાણીલીમડા અને ગોમતીપુર વિસ્તારમાં મહિલાઓ માટે ખાસ જીમનેશિયમ બનાવવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ દીઠ વેજિટેબલ માર્કેટ બનાવવામાં આવે છે. હવે પ્રથમ વખત પ્રાયલોટ પ્રોજેકટ તરીકે ગ્રાઉન્ડ ફલોરની ઉપર એક માળ બનાવવામાં આવશે જેમાં પા‹કગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એલ.જી.હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં પીએમજેવાય સહિત તમામ સરકારી યોજનાના કીઓસક બનાવવામાં આવશે
જેમાં યોજનાને લગતી તમામ વિગતોની જાણકારી આપવામાં આવશે. એલ.જી.હોસ્પિટલમાં ડીજીટલ રેર્કડ એક્ષરે સીસ્ટમ માટે રૂ.૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા વોર્ડમાં હાલ ૧૦ સીએચસી સેન્ટર છે આ તમામ સેન્ટરોને એરકંડીશન કરવામાં આવશે તેમજ તેમાં ગાયનેક વોર્ડ પણ બનાવવામાં આવશે.
મ્યુનિ. કમિશનરે તેમના ડ્રાફટ બજેટમાં રેવન્યુ ખર્ચ પેટે રૂ.૬ર૦૦ની દરખાસ્ત કરી હતી જેમાં સત્તાધારી પાર્ટીએ રૂ.૪૭૩.૯ર કરોડનો વધારો કરી રૂ.૬૬.૭૩.૯ર કરોડ રેવન્યુ ખર્ચનો અંદાજ તૈયાર કર્યો છે જયારે વિકાસના કામો માટે કમિશનરે રૂ.૭૮.૦૧ કરોડની દરખાસ્ત કરી હતી જેમાં સત્તાધારી પાર્ટીએ રૂ.૧૦ર૭.૦૮ કરોડનો વધારો કરી નવા નાણાંકીય વર્ષમાં રૂ.૮૮ર૮.૦૮ કરોડ વિકાસના કામ માટે ખર્ચ થશે તેવી જાહેરાત કરી છે.