Western Times News

Gujarati News

ઢોરવાડામાં પશુઓની સારવાર માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે: નેક બેન્ડ લગાવાશે

આ બેન્ડથી પશુ કેટલાક ઊભા રહે છે, કેટલા કલાક બેસે છે, ખાઇ છે કેટલું , વાગોળે છે કેટલું , તેમના શરીરનું તાપમાન, એની બીમારી આ તમામ બાબત નું અપડેટ સતત મળતું રહેશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મનપા એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. ઢોરવાડામાં પશુઓની સારવાર વધારે સારી રીતે કરી શકાય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હવે આધુનિક જમાના સાથે તાલ મિલાવતા ટેક્નોલોજી તરફ વળ્યું છે.

Ahmedabad Municipal Corporation adopts advanced 24×7 animal health monitoring system: Ahmedabad Municipal Corporation (AMC) has used Ayushman CowFit System, an advanced cow health monitoring technology developed in India by a Pune-based AI tech company, to ensure the well-being of abandoned stray animals under its care.

મનપા સંચાલિત ઢોર વાડા માં રાખવામાં આવેલા પશુઓને નેક બેન્ડ લગાવી તેમની તમામ હરકતો પર મોનીટરીંગ કરવામાં આવશે. હાલમાં ૨૫ ગાયોને આ બેન્ડ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં તમામ પશુઓ માટે આ પ્રકારના નેક બેન્ડ વસાવવાનું આયોજન છે.

અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારમાં હવે રખડતા ઢોર નથી જોવા મળી રહ્યા આ તમામ પશુઓને મનપા સંચાલિત કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે. એ પશુઓની તમામ હરકતોનું મોનીટરીંગ કરવા માટે છૈં ટેક્નોલોજી થી સજ્જ નેકબેન્ડ વસાવવામાં આવ્યા છે.. જેના માધ્યમથી તમામ ઢોરની તમામ મૂવમેન્ટ નો ડેટા મોબાઈલમાં રેકોર્ડ થશે.

જેના આધારે તેની સારવાર અને ખાન પાન માટે વ્યવસ્થા કરવામાં આવશે.થોડા સમય અગાઉ મનપા ઝ્રદ્ગઝ્રડ્ઢ વિભાગની ટીમ બનાસકાંઠા અને અમૂલ ડેરી ની મુલાકાત લીધી હતી જ્યાં આ નેકબેન્ડ અંગે માહિતી મળી હતી. જે બાદ અહીં રહેલા પશુઓ માટે આ બેન્ડ વસાવવામાં આવ્યા છે..

આ બેન્ડથી પશુ કેટલાક ઊભા રહે છે, કેટલા કલાક બેસે છે, ખાઇ છે કેટલું , વાગોળે છે કેટલું , તેમના શરીરનું તાપમાન, એની બીમારી આ તમામ બાબત નું અપડેટ સતત મળતું રહેશે જેથી અધિકારીઓ આ અપડેટ આધારે પશુઓ અંગે માહિતી મળતી રહેશે અને તેની સારવાર અને કાળજી પણ લઈ શકે એક બેન્ડની કિંમત ૭૫૦૦ છે હાલમાં ૨૫ યુનિટ મંગાવવામાં આવ્યા છે.

હાલમાં મનપા સંચાલિત બાકરોલ અને દાણીલીમડા ઢોર વાડા માં કુલ ૭૫૦ જેટલા પશુઓ છે જેમાં વધઘટ થતી રહે છે આગામી સમયમાં જો મનપાનો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તો તમામ પશુઓ માટે આ નેક બેન્ડ વિકસાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.