Western Times News

Gujarati News

ગંદા પાણીને શુધ્ધ કરવા માટે AMCએ અપનાવેલી બાયો રેમિડીએશન પધ્ધતિ સફળ

AI Image

હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં જતાં સુએજને યોગ્ય ટ્રીટમેન્ટ આપી છોડવા અંગે આદેશ બાદ પ્રદુષિત પાણીને શુધ્ધ કરવા અમલ કરેલ બાયોરેમિડીએશન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરની સાબરમતી નદીમાં ઠલવાતા ગંદા પાણી અંગે ગુજરાત હાઈકોર્ટમાં ઘણા સમયથી જાહેર હિતની અરજી થઈ છે જેના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવારનવાર મ્યુનિ. કોર્પોરેશનને ઠપકો આપવામાં આવે છે તેમજ નદીનું પાણી શુધ્ધ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે તાકીદ પણ કરવામાં આવી છે.

જેના પગલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટ સમક્ષ એફીડેવીટ કરવામાં આવી છે જે મુજબ વર્ષો જુના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવામાં આવી રહયા છે તેમજ નાળામાં આવતા ગંદા પાણીને શુધ્ધ કરવા માટે બાયોરેમિડીએશન પધ્ધતિનો પણ અમલ કરવામાં આવ્યો છે જેના સારા પરિણામ મળી રહયા છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ સાબરમતી નદીના પ્રદુષણ અંગે હાલમાં ચાલી રહેલ પી.આઈ.એલ.-૯૮/૨૦૨૧ અંતર્ગત નામદાર હાઈકોર્ટ દ્વારા વિવિધ સમયે સાબરમતી નદીમાં જતાં સુએજને યોગ્ય ટ્રીટમેન્ટ આપી છોડવા અંગે આદેશ કર્યો છે.

જે અંતર્ગત નાળા માંથી સાબરમતી નદીમાં જતા અન્ટ્રીટેડ સુએજને ટ્રીટમેન્ટ કરી નદીમાં છોડી શકાય તે માટે બાયોરીમીડીયેશન પધ્ધતિથી ટ્રીટમેન્ટ કરવાની કામગીરી અ.મ્યુ.કો. દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ ટેકનોલોજીમાં માઈક્રોબીયલ કલ્ચર/એન્ઝાઈમનુ યોગ્ય માત્રામાં ડોઝીંગ કરી તેને જરૂરી ટાઈમ આપવાથી સુએજની લાઈનમાં/ઓપન નાળાંમાં/પોન્ડ બનાવી બાયોડિગ્રેડેશન પ્રોસેસ એચીવ કરી શકાય છે અને નદીમાં પહોંચતા સુધીમાં સુએજની ટ્રીટમેન્ટ થવાથી તેમાં રહેલ ઓર્ગેનીક અશુધ્ધિઓ રીમુવ કરી પાણી છોડી શકાય છે.

બાયોરીમીડીયેશન ટેકનોલોજી નેશનલ કલીન ગંગા મીશનમાં પણ નાળાંની ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવે છે અને તેની કામગીરીના યોગ્ય પરિણામ મળ્યા છે.
આ બાયોરેમેડિયેશન પધ્ધતિથી સુએજ પાણીમાં રહેલા નુકશાન દાયક ઘટકોની માત્રા ઘટાડી શકાય છે અને સાબરમતી નદીમાં ઠલવાતા અનટ્રીટેડ સુએજ પાણીના ડીસ્ચાર્જની ગુણવત્તામાં સુધારો કરી પ્રદુષણની માત્રામાં ઘટાડો કરી શકાય તે હેતુથી

સાબરમતી નદીમાં જતા ૯ તથા ખારીકટ કેનાલમાં ૨(બે) અન્ટ્રીટેડ સુએજના આઉટફોલમાં બાયોરેમેડિયેશન પધ્ધતિ દ્વારા ટ્રીટમેન્ટ કરવાની કામગીરીથી માર્ચ-૨૦૨૫ માસમાં સદર જુદા જુદા આઉટફોલના પ્રદુષણ(COD, BOD, TSS, Total Nitrogen, Total Phosphrous અને Fecal Colifrorn) ની માત્રા માં ૪૦% થી ૭૦% જેટલો નોંધપાત્ર ધટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.