મ્યુનિ. કમિશ્નરે રખડતા ઢોર- તૂટેલા રોડ મામલે અધિકારીઓને આડે હાથે લીધા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને તૂટેલા રોડ ની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે ગુજરાત હાઇકોર્ટના બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના જેના કારણે હાઇકોર્ટ દ્વારા અવારનવાર મ્યુનિસિપલ અને પોલીસ વિભાગને ઠપકો આપવામાં આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના નવનિયુક્ત કમિશનરે આ દિશામાં કડક હાથે કામ લેવા માટે જવાબદાર અધિકારીઓને આદેશ કર્યા હતા પરંતુ સકારાત્મક પરિણામ ન મળતા વિકલી રિવ્યુ મિટીંગમાં મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારીઓને લીધા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી કોર્પોરેશનમાં ચાલતી લાલિયાવાડીને બંધ કરાવવા કડક કાર્યવાહી શરૂ કરી છે. બુધવારે મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ વિકલી રીવ્યુ મીટીંગ મળી હતી જેમાં શહેરમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તા મામલે અધિકારીઓ ને ખખડાવ્યા હતા.
સીએનસીડી વિભાગના અધિકારી નરેશ રાજપૂત અને ડોક્ટર પ્રતાપસિંહ રાઠોડ જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ૧૦ દિવસમાં પરત નોકરી પર લેવામાં આવ્યા હતા એવા બંને અધિકારીને શહેરમાં રખડતા ઢોર મુદ્દે આડે હાથ લેતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને દરેક પ્રકારના સાધનો અને મેનપાવર આપવામાં આવ્યા છે
છતાં પણ રોજના માત્ર ૫૫ જેટલા જ ઢોર શહેરમાંથી કેમ પકડવામાં આવે છે. સાથે ઝોનમાં ૨૧ ટીમો રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરે છે છતાં પણ તેમ આટલા જ રખડતા ઢોર જાેવા મળે છે અને રોડ ઉપર હજી પણ રખડતા ઢોર હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેને લઇ અને કમિશનર દ્વારા બંનેને આડે હાથ લેવામાં આવ્યા હતા.
દિવાળી બાદ ૩૧ ઓક્ટોબર સુધીમાં શહેરમાં તમામ જગ્યાએ રોડ ફ્રી સરફેસ અને જ્યાં પણ પેચ વર્કની કામગીરી કરવાની હોય છે તે પૂર્ણ કરવાની હતી જાે કે શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ ખરાબ રોડ અને ક્યાંય પણ રોડની કામગીરી પૂર્ણ થઇ નથી.
જેને લઇ મ્યુનિસિપલ કમિશનર ગુસ્સે ભરાયા હતા અને ૩૧ ઓક્ટોબર સુધીમાં રોડ રીસરફેસની કામગીરી પૂર્ણ કરવાની હતી છતાં પણ કેમ પૂર્ણ નથી થઈ તેવો આસિસ્ટન્ટ સીટી ઇજનેરોને સવાલ કર્યો હતો. જેમાંથી એક ઝોનના આસિસ્ટન્ટ સીટી ઇજનેરે કમિશનરને એવું કહ્યું કે કોન્ટ્રાક્ટરોની હડતાલ હતી
તો તેને લઈ અને કમિશનરે તેમને આડે હાથ લેતા કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરોની હડતાલ તો એક દિવસ હતી પરંતુ એક પણ ઝોનમાં જે રીતે કામગીરી પૂર્ણ થવી જાેઈએ તે હજી સુધી પૂરી થઈ નથી. રોજના ૬૦૦ મેટ્રિક ટન જેટલું કામ એક ઝોનમાં થવું જાેઈએ. જે હજી સુધી જાેવા મળતું નથી અને ધીમી કામગીરી છે.