મ્યુનિસિપલ કોંગ્રેસ દ્વારા બજેટમાં રૂા.૨૫૩ કરોડના સુધારા રજૂ કરાયા
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ. ૯૪૮૨ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેની સામે વિપક્ષ કોંગ્રેસે નેતા શહેજાદખાન પઠાણે દરિયાપુર કોર્પોરેટર નીરવ બક્ષીના ટેકા સાથે ૨૨૩ કરોડના વિકાસ કાર્યો સહિત ૨૫૩ કરોડના સુધારા સાથે રૂ. ૯૭૩૫ કરોડનું બજેટ રજૂ કર્યું છે.
વિપક્ષ કોંગ્રેસે નવા વિસ્તારમાં લોકોને રોડ, ગટર, પાણી જેવી સુવિધાઓ તેમજ શહેરની ઓળખ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવા પર પણ ભાર મૂક્યો છે.
વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે સુધારા બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને નવો એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ જે મૂકવામાં આવ્યો છે તેનો કોંગ્રેસ પક્ષ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે. ભાજપના બજેટમાં વ્હાઈટ ટોપીંગ રોડ પર ભાર મૂકવામાં આવ્યા છે
તો કોંગ્રેસે દરેક મુખ્ય માર્ગ ઉપર પેવમેન્ટ ક્વોલિટી રોડ બનાવવામાં (ઁઊઝ્ર) રોડ બનાવવામાં માટે સૂચન કર્યા છે. શહેરમાં દારૂ ની સાથે હવે ડ્રગ્સનો વેપાર પણ વધ્યો છે અને યુવાધન ડ્રગ્સમાં બરબાદ થઈ રહ્યું છે ત્યારે નશામુક્ત અમદાવાદ માટે રિહેબ સેન્ટર બનાવવાની માગ છે.
આ ઉપરાંત મહિલા ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળે મહિલાઓ માટે પીંક બસની વ્યવસ્થા કરવામાં આવે તેમજ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર સેનેટરી પેડ વિનામૂલ્યે આપવામાં આવે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. શહેરના ઐતિહાસિક એલિસબ્રિજના નવીનીકરણ, પીરાણા ખાતે આવેલા કચરાનો ડુંગર છ માસમાં દૂર કરવા ,
AMCની એમ્બ્યુલન્સ સેવાઓ ૧૦૮ની જેમ ફ્રી કરવી, સાબરમતી નદીમાં આવેલા તમામ ફ્રેન્ચવેલ કાર્યરત કરવા, છસ્ઝ્રની તમામ મિલકતો પર સોલર પેનલ લગાવવી, નવા સમાયેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તે માટે બજેટ ફાળવવા, શહેરના વોટર લોગીન વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનો નાખવા,
વધુ સાત શબવાહીની ખરીદવા, ઇવેન્ટ મેનેજમેન્ટ સેલની રચના કરવી, ઓક્ટોય વિકલ્પની ગ્રાન્ટમાં સરકાર પાસેથી ૧૫ ટકા ગ્રોથ આપી ગ્રાન્ટ મેળવવી, ૨૪ કલાક પૂરતા પ્રેશરથી પાણી સપ્લાય કરવા તેમજ પૂર્વ વિસ્તારમાં એમ.જે. લાઇબ્રેરી જેવી અદ્યતન લાઇબ્રેરી બનાવવી અને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એનિમલ હોસ્ટેલ તૈયાર કરવા ના સુધારા કોંગ્રેસે સૂચવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.