Western Times News

Gujarati News

મ્યુનિ. ડેપ્યુટી કમિશનરની પસંદગી પ્રક્રિયામાં અગમ્ય કારણોસર ફેરફાર

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના હોદ્દા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી જેની મુદત પૂર્ણ થયા બાદ કમિશનરે અચાનક લેખિત પરીક્ષાના મોડ્યુલમાં ફેરફાર કર્યાં છે અને અરજીઓ મંગાવવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની ભરતી માટે અત્યાર સુધી ૭૦ ટકા લેખિત પરીક્ષા અને ૩૦ ટકા ઈન્ટરવ્યુ પધ્ધતિથી પસંદગી થતી હતી.

મ્યુનિ. કોર્પોરેશને તાજેતરમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની ત્રણ જગ્યા માટે અરજી મંગાવી હતી જેની છેલ્લી તારીખ ર૪ જુલાઈ હતી. હવે જયારે પસંદગી કરવાનો સમય આવ્યો છે તે સમયે કમિશનરે લેખિત પરીક્ષાની પધ્ધતિમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ૭૦ ટકા ઓબ્જેકટીવના સ્થાને પ૦ ઓબ્જેકટીવ એટલે કે લેખિત પરીક્ષા રહેશે જયારે ર૦ માર્કસમાં સોશિયલ, પોલીટીકલ, લીગલ, એન્વાયરમેન્ટ, ગ્લોબલ સિનારીયો વગેરે વિશે ઉમેદવારે તેમના મંતવ્યો લખવાના રહેશે. જયારે ઈન્ટરવ્યુમાં ૩૦ માર્કસની પધ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

મ્યુનિ. ડેપ્યુટી કમિશનરની પ્રમોશનથી ભરવાની બે જગ્યા માટે છેલ્લા અહેવાલ મુજબ ૮૦ કરતા પણ વધુ અરજીઓ પણ મળી છે જયારે બારથી ભરવાની૧૩ જગ્યા માટે ૧૦૦ જેટલી અરજીઓ મળી છે આટલા પ્રમાણમાં અરજીઓ આવ્યા બાદ કમિશનરે લેખિત પરીક્ષાના ૭૦ માર્કસમાં શા માટે ફેરફાર કર્યાં તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો આક્ષેપ કરતા જણાવે છે કે પસંદગીના ઉમેદવારોએ અરજી ન કરી હોવાથી આ ફેરફાર થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.