Western Times News

Gujarati News

5516 કરોડનો ખર્ચ કર્યો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને 2024-24માં વિકાસના કામો માટે

ખારીકટ અને ગોતા-ગોધવી કેનાલ ડેવલપમેન્ટ તેમજ એસ.ટી.પી.પ્લાન્ટ્સ જેવા મહત્વના કામ થયા : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કોર્પોરેશનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત રેવન્યુ તથા વિકાસના કામો માટે કુલ ખર્ચ રૂ. ૧૦૦૦૦ કરોડથી વધારે કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પણ એ જ અવિરત વિકાસગાથા જાળવી રાખી છે તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં વિકાસ ના કામો માટે કુલ ખર્ચ રૂ. ૧૧૬૮૧.૭૭ (Provisional) કરોડ ખર્ચ થયો છે. જે ગત વર્ષ ૨૦૨૩-૨૪ના ખર્ચ રૂ. રૂ. ૧૦૧૪૦.૪૭ કરોડ ની સરખામણીમાં ૧૫% વધુ  છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પદાધિકારીઓ તેમજ મ્યુનિસપલ કમિશનરના સતત માર્ગદર્શન તેમજ સમીક્ષાથી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓના સઘન પ્રયાસોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વિકાસના કામો જેવા કે પાણી માટે રૂ. ૫૪૪.૯૪ કરોડ, ડ્રેનેજ માટે રૂ. ૧૩૮૯.૩૮ કરોડ, ડ્રેનેજ સંબધિત ખર્ચ પૈકી ખારીકટ ડેવલોપમેન્ટ માટે રૂ. ૨૬૮.૩૦ કરોડ, GRCP અંતર્ગત વાસણાનો ૩૭૫ MLD STP Plant બનાવવા

તેમજ પીરાણાનો ૪૨૫ MLD STP Plant બનાવવા તેમજ ખર્ચ રૂ. ૧૪૭.૧૭ કરોડ, તેમજ ડ્રેનેજ તેમજ વોટરના ખર્ચ પૈકી અમૃત સ્કીમના રૂ. ૮૪૯.૨૯ કરોડ ખર્ચ મળી, Iconic Road તેમજ White topping road સહિત રોડ માટે કુલ રૂ. ૧૦૯૫.૫૮ કરોડ તેમજ બ્રીજ માટે રૂ. ૨૪૬ કરોડ, સરકાર દ્વારા મળેલ ૧૫મા નાણાંપંચની Air Quality અને SWM ની ગ્રાંટ અનુંસધાને રૂ. ૨૫૩.૧૯ કરોડ ખર્ચ મળી કુલ રૂ. ૫૫૧૬.૬૬ કરોડનો ખર્ચ (Provisional) થયો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ 2024-25માં કોર્પોરેશનના મહત્વના કામો પૈકી ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ રૂ. ૨૬૮.૨૦ કરોડ, ગોતા ગોધાવી કેનાલ રૂ. ૭૯.૯૬ કરોડ,

એલ.જી. હોસ્પીટલનું નવીનીકરણ રૂ. ૩૩.૨૨ કરોડ, શા.ચી.લા. હોસ્પીટલનું નવીનીકરણ રૂ. ૪૧.૨૦ કરોડ, નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રીજ રૂ. ૫૪.૩૦ કરોડ, ૨૧૦૦એમ.એમ. વ્યાસની પાણીની લઈન કમોડ સર્કલ રૂ. ૫૩.૮૫ કરોડ, શાંતિપરા જંકશન થી સનાથલ સુઅરેજ ટૂંક મેઈન લાઈન રૂ. ૮૬.૩૫ કરોડ, પીરાણા-બાયોમાઈનીંગ તેમજ તે માટે વાહનો રૂ. ૧૮૨.૫૩ કરોડ, વાસણા-૩૭૫ એમ એલ. ડી. પ્લાન્ટ ૩૧૧૧ ૬.૭ કરોડ મુખ્ય છે.

જે ગત વર્ષ ૨૦૨૩-૨૪ના ખર્ચ રૂ. રૂ. ૪૫૬૦.૩૮ કરોડ ની સરખામણીમાં ૨૧% વધુ થયેલ છે. જે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મહત્તમ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વિકાસના કામો માટે આવક રૂ. ૩૪૨૯.૦૭ કરોડ (Provisional) થઇ છે.

રાજ્ય સરકાર તરફથી વર્ષ ૨૦૨૪-૨૫ વર્ષમાં મળેલ અભૂતપૂર્વ નાણાંકીય સહકાર અંતર્ગત માર્ચ -૨૦૨૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને Special Assistance માટે રૂ. ૪૧૬ કરોડ અલગથી આપવામાં આવેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.