મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરોમાંથી દવાઓનો જથ્થો ‘પગ’ કરી ગયો
સંકલિતનગર, જાેધપુર અને સરખેજ અર્બન સેન્ટર શંકાના દાયરામાં
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે ૪૮ વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ૧૦ જેટલા કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે.
આ હેલ્થ સેન્ટરોમાં નાગરિકોને સારી સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ અને સાધનો ખરીદવામાં આવે છે.
પરંતુ જે તે સેન્ટરના અધિકારીઓની ગફલત કે અન્ય કારણોસર દવાઓનો મોટો જથ્થો ગાયબ થઈ જાય છે કે પછી અન્યત્ર ‘પગ’ કરી જાય છે તે કહેવું મુશ્કેલ છે. શહેરના સરખેજ, જાેધપુર, અને સંકલિતનગર અર્બન સેન્ટર પરથી આ રીતે જ છેલ્લા ત્રણ વર્ષમાં દવાઓનો મોટો જથ્થો ઓછો થયો છે તદઉપરાંત ઓપનીંગ અને કલોઝીંગ સ્ટોકમાં પણ મોટો તફાવત આવી રહયો હોવાની વિગતો બહાર આવી છે.
મ્યુનિ. કોર્પો.ના દક્ષિણ પશ્ચિમ ઝોનના સંકલિતનગર અર્બન હેલ્થ સેન્ટર પર દવાઓના સ્ટોકમાં મોટો તફાવત આવી રહયો છે. ડ્રગ વિભાગના સ્ટોક રજીસ્ટર મુજબ અજીથોમાઈસીન ટેબ્લેટ નો આખર સ્ટોક ૮૦૦૦ નંગ હતો જયારે શરૂઆતનો સ્ટોક ‘૦’ દર્શાવવામાં આવ્યો હતો.
Click this link to read story in English
તેવી જ રીતે કેલ્શિયમ અને વીટામીન ડી ૩ નો આખર સ્ટોક ર૧૦૦૦ હજાર હતો જયારે ઓપનીંગ સ્ટોક ૧૧૦૦૦ સ્ટોક દર્શાવવામાં આવ્યો છે આમ ૧૦ હજાર નંગ ટેબ્લેટ ગાયબ થઈ ગઈ છે. તેવી જ રીતે જાેધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં ૪ જાન્યુઆરી ર૦ર૧ના રોજ અટેનોલ પ૦ એમ.જી. ટેબ્લેટનો શરૂનો સ્ટોક ૧ર૭૬૦ નંગ હતો તે જ દિવસે ર૭૦૦ નંગ ટેબ્લેટ ઈશ્યૂ કરવામાં આવી હતી
તેમ છતાં આખરનો સ્ટોક ૧ર૦૦૦ નંગ બતાવવામાં આવ્યો છે. ૩ જુન ર૦ર૦ના દિવસે એસ્કોબીક એસીડ ટેબ્લેટનો શરૂનો સ્ટોક ૧૦૦૦ નંગ હતો તે દિવસે ૧૦ હજાર નંગ નો નવો સ્ટોક આવ્યો હતો અને ૪ હજાર નંગ દવા ઈશ્યૂ કરી હતી તેમ છતાં આખર સ્ટોકમાં પ હજાર ટેબ્લેટ બતાવી ર હજાર નંગ ટેબ્લેટ અન્યત્ર પગ કરી ગઈ હોવાની શંકા છે.
ર માર્ચ ર૦ર૧માં શીપ્રોફોલોથીન આઈડ્રોપ નો ઓપનીંગ સ્ટોક ૭૦૦ નંગ હતો અને તે દિવસે નવી ૧ર૦૦ નંગ મળ્યા હતા તેમ છતાં કલોઝીગ સ્ટોક ૦ બતાવ્યો હતો આમ ૧૯૦૦ નંગ આઈડ્રોપ ગુમ થયા હતાં. ર૪ જુલાઈ ર૦ર૦ના દિવસે પેરાસીટામોલ ટેબ્લેટનો ઓપનીંગ સ્ટોક ૪ હજાર નંગ હતો તે જ દિવસે નવી ૧૦ હજાર ટેબ્લેટ રિસીવ કરવામાં આવી હતી તેમ છતાં આખર સ્ટોક ૧૪ હજારના બદલે માત્ર ૧૦ હજાર દર્શાવવામાં આવ્યો છે.
દક્ષિણ – પશ્ચિમ ઝોનના સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ આ પ્રકારની જ ગેરરીતિ થઈ હોવાની વિગતોબહાર આવી છે જેમાં બીકર પ૦૦ એમ.એલ – ર નંગ, બીકર રપ૦ એમએલ ર નંગ, સ્મોલ યુરીન સ્ટીપ ૧ નંગ, આરઆરઆર કીટ ર૯ નંગ નો જથ્થો પણ ગાયબ થયો છે.