Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી છલકાઈ: AMCને પ્રોપર્ટી ટેક્ષ પેટે 682 કરોડની આવક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાન્સ ટેક્ષ રિબેટ યોજનાના અંતિમ દિવસે મ્યુનિ. તિજાેરી છલકાઈ ગઈ. ચાલુ નાણાંકીય વર્ષમાં મ્યુનિ. કોર્પો.ને પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૬૮ર કરોડની માતબર આવક થઈ છે AMC earns Rs.682 crore from property tax.

જયારે કરદાતાઓને રૂા.૬૭ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે. મ્યુનિ. રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્તમાન નાણાંકિય વર્ષમાં ૧૮ એપ્રિલથી ૩૧ મે સુધી કરદાતાઓને એડવાન્સ ટેક્ષ રિબેટ આપવામાં આવ્યું હતું

જેમાં ચાલુ વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરનારને ૧ર ટકા, ઓનલાઈન ટેક્ષ ભરવામાં આવે તો ૧૩ ટકા, તથા સતત ૩ વર્ષ સુધી એડવાન્સ ટેક્ષ ભરપાઈ કર્યો હોય તેવા કરદાતાઓને ૧પ ટકા સુધીનું રિબેટ આપવામાં આવ્યું હતું. સદર યોજના અંતર્ગત ૪ લાખ ૯૬ હજાર કરદાતાઓએ ટેક્ષ ભરપાઈ કર્યો હતો

જે પૈકી પ૪ટકા કરદાતાઓએ ઓનલાઈન ટેક્ષ ભર્યો છે તેમજ કરદાતાઓને રૂા.૬૬.૮૦ કરોડ જેટલુ રિબેટ આપવામાં આવ્યું હતું. વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૬૮ર, પ્રોફેશન ટેક્ષ પેટે રૂા.૩પ કરોડ અને વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૩ર કરોડની આવક થઈ છે. આમ વર્તમાન નાણાંકિય વર્ષમાં રૂા.૭૪૯.૮૯ કરોડની વસુલાત થઈ છે

જેની સામે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રૂા.ર૪૬.૪પ કરોડની આવક થઈ હતી. મ્યુનિ. કોર્પો.એ પ્રોપર્ટી ટેક્ષની બાકી વસુલાત માટે હરાજી યોજના, બોજાે નાંખવો તેમજ સીલીંગ ઝુંબેશ જેવી કડક કાર્યવાહીઓ કરી હતી. જે કરદાતાઓ આગામી બે-ત્રણ વર્ષ સુધીનો કર એક સાથે ભરપાઈ કરવા ઈચ્છતા હોય તેઓ રૂા.ર૦૦૦ ની નોટ પણ ભરી શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.