મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગે ખોખરામાંથી 104 કિલો ડુપ્લીકેટ ઘી નો જથ્થો ઝડપ્યો.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/charbhujakirana-1024x617.jpg)
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ બટર, ચીઝ , પનીર અને ઘી નો વેપાર ફુલ્યો ફાલ્યો છે. બે દિવસ અગાઉ ડુપ્લીકેટ બટર અને પનીર બનાવતી ફેકટરી ઝડપાઇ હતી જયારે મંગળવારે ખોખરા વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી ની જથ્થો હેલ્થ ફૂડ વિભાગની ટીમે પકડ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિસિપલ હેલ્થ ફુડ વિભાગની ટીમને જશોદાનગર વિસ્તારમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે હેલ્થફૂડ વિભાગની ટીમ દ્રારા શ્રી ચારભુજા કિરાણા સ્ટોર્સ, દુ.નં.૨૪,૨૫, દિનુભાઈ એસ્ટેટ, જશોદાનગર ચાર રસ્તા, ત્રિકમપુરા પાટીયા, રામોલ-હાથીજણ, અમદાવાદવાળી જગ્યાની ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે તપાસ કરવામાં આવી હતી. જ્યાં ડુપ્લીકેટ અમુલ બ્રાન્ડ ઘી ૧૫કિ. ગ્રામના ૭ પેક ટીન મળી આવ્યા હતા..
મ્યુનિસિપલ ટીમે આ બાબતે વધુ તપાસ કરતા ડુપ્લીકેટ અમુલ બ્રાન્ડ ઘી ના ટીન તેઓએ હાર્દિક ટ્રેડર્સ નામનુ ગોડાઉન, નં.૧૫,૧૬, સાગર એપાર્ટમેન્ટ, હાટકેશ્વર સર્કલ, અમરાઈવાડી, અમદાવાદવાળી જગ્યાએથી ખરીદ કર્યા હતો. તેથી હેલ્થ વિભાગ ઘ્વારા ચારભુજા કિરણાના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે. તેમજ હાર્દિક ટ્રેડર્સની દુકાન, ૨૯, શ્રીપાલ કોમર્શીયલ કોમ્પલેક્ષ, હાટકેશ્વર સર્કલ, ખોખરા, અમદાવાદવાળી જગ્યાને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરી છે.
શ્રી ચારભુજા કિરાણા સ્ટોર્સ, દુ.નં.૨૪,૨૫, દિનુભાઈ એસ્ટેટ, જશોદાનગર ચાર રસ્તા, ત્રિકમપુરા પાટીયા, રામોલ-હાથીજણ, અમદાવાદવાળી જગ્યાની ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે પ્યોર ઘી (અમુલ) ૧૫ કિ.ગ્રામ પેક ટીનમાંથી નમુનો લઇ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રીપોર્ટના આધારે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે આગળની કાર્યવાહી કરવમાં આવશે. તેમજ સદર જગ્યાએ પ્યોર ઘી (અમુલ) ૧૫ કિ.ગ્રામ પેક ટીનનો ૧૦૪.૨૦૦ કિ. ગ્રામ જથ્થો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે સીઝ કરવામાં આવી છે. જેની અંદાજીત કિંમત રૂા. ૪૫,૩૨૭/- છે.