Western Times News

Gujarati News

મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગે હોટલ હયાતના કિચન, સેમ પીઝા, મનપસંદ ભાજીપાવ સહિત 10 એકમ સીલ કર્યાં

પ્રતિકાત્મક

સેમ્સ પીઝા, ૧૦૧, વ્રજ એવન્યુ, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની ફરયાદી દ્રારા કરેલ કોલ્ડ્રીકસમાં જીવાત (મચ્છર) આવેલ હોવાની ફરીયાદ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની દુકાનો પરથી પીરસવામાં આવતા ખોરાકમાં થી જીવતો, ઈયળ, મચ્છર નીકળવાની બાબત સામાન્ય બની ગઈ છે. નાગરિકો ની ફરિયાદ ને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગ દ્વારા મંગળવારે ૧૦ જેટલા એકમો સામે સિલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે કુલઃ-૧૦૧ જગ્યાઓની ચેકીંગ કરી ૧૮ નમુનાઓ લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે નિયમોનું પાલન ન કરવા બદલ ૩૧ નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી.

મ્યુનિ. હેલ્થ ફૂડ વિભાગ ના સૂત્રોએ જણાવ્યા મુજબ વિવિધ ફરિયાદો તેમજ વિભાગ તરફથી કરવામાં આવેલી તપાસના આધારે બ્રેવ સ્પોટ, શોપ નં.૧, એચએસજી કોમ્પલેક્ષ, વિજય ક્રોસ રોડ, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની તપાસ દરમ્યાન ટી.પી.સી. માત્રા કરતા વધારે માલુમ પડેલ હોય સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં અચોક્કસ મુદ્દત માટે સીલ કરવામાં આવેલ છે.

ટાઇગર બેકરી, સંજાર પાર્ક વિભાગ-૧ ગેટ સામે, બેરલ માર્કેટ, બહેરામપુરા, અમદાવાદવાળી જગ્યાની તપાસ દરમ્યાન અનહાઈજેનીક કન્ડીશન મળી આવતા ૧૦૪૫ કિ.ગ્રામ માનવ વપરાશને હાનીકારક અનહાઇજેનીક બાફેલા અને કાચા બટાટા, તૈયાર પફ અને પફ બનાવવા માટેનો તૈયાર કરેલ લોટનો નાશ કરાવેલ છે તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમોનું પાલન ન કરવા બદલ સદર એકમોને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે.

સેમ્સ પીઝા, ૧૦૧, વ્રજ એવન્યુ, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની ફરયાદી દ્રારા કરેલ કોલ્ડ્રીકસમાં જીવાત (મચ્છર) આવેલ હોવાની ફરીયાદના અનુસંધાને સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં અચોક્કસ મુદત માટે સીલ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રૂચી હોસ્પિટાલીટી પ્રા.લી., (હયાત અમદાવાદ), અમદાવાદ મોલ પછી, વસ્ત્રાપુર લેક સામે, વસ્ત્રાપુર, અમદાવાદવાળી જગ્યાની વાયરલ વીડીયો દ્રારા સંભારમાં જીવાત હોવાની ફરીયાદના અનુસંધાને ઈન્ડયન કિચનને કલોઝર નોટીસ આપી સક્ષમ સત્તાની મંજુરી ન મળે ત્યાં સુધી બંધ કરાવેલ છે. તેમજ મનપસંદ ભાજીપાઉ, સ્ટોલ નં. ૧૨, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, અમદાવાદવાળા ફુડ સ્ટોલમાં સોસમાં જીવાત હોવાની ફરીયાદના આધારે, પુરોહીત ભાજીપાઉ, સ્ટોલ નં.૧૫, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, મનમોહન પાણીપુરી, સ્ટોલ નં.૧૩, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, મનમોહન ભાજીપાઉ, સ્ટોલ નં.૯, કાંકરીયા લેકફ્રન્ટ, કાંકરીયા, મનમોહન ભાજીપાઉ એન્ડ ચાઈનીઝ, સ્ટોલ નં.૭, કાંકરીયા લેકફ્રન્ટ, એમ્યુસમેન્ટ પાર્ક પાસે, કાંકરીયા ખાતે તપાસ કરતા અનહાઇજેનીક કેન્ડીશન મળી આવતા કલોઝર નોટીસ આપી સક્ષમ સત્તાની મંજુરી ન મળે ત્યાં સુધી બંધ કરાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.