Western Times News

Gujarati News

AMC ઉત્તર ઝોનમાં રૂપિયા ૯૩.૩૩ લાખથી વધુ ટેકસ વસૂલાત માટે આકરા પાણીએ

તંત્રએ કુલ ૧૪ ડિફોલ્ટર્સને સાત દિવસમાં બાકી ટેકસ ભરપાઈ કરવા જાહેર ચેતવણી આપી

(એજન્સી)અમદાવાદ, ઓકટ્રોયની આવક નાબૂદ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પ્રોપર્ટી ટેકસની આવક જ ભારે મહત્ત્વની બની છે. મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન પણ પ્રોપર્ટી ટેકસની આવકમાં વૃદ્ધિ કરવા લાંબા સમયથી ગંભીર બન્યા છે. ગત નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં કમિશનરના કડક આદેશથી પ્રોપર્ટી ટેકસ વિભાગે ડિફોલ્ટર્સની સામે કાયદાકીય ગાળિયાની ભીંસ વધારી હતી

અને આક્રમકતાથી સીલીંગ ઝુંબેશ સહિતના ઉપાયો કરીને ડિફોલ્ટર્સમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો અને હવે તો ચાલુ નાણાંકીય વર્ષ ર૦ર૪-રપના આ પ્રારંભના મહિનાઓમાં જ ડિફોલ્ટર્સની સામે સત્તાધીશો આકરા પાણીએ આવ્યા છે જે ડિફોલ્ટર્સ પોતાનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરવામાં ઠાગાઠૈયા કરે છે તેની મિલકતોની જાહેર હરાજી કરવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

અગાઉ મ્યુનિ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગ દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનની ર૪ મિલકતના માલિકો સામે લાંલ આંખ કરાઈ હતી. તંત્ર દ્વારા આ મિલકતધારકોની જાહેર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી અને તેમને સાત દિવસમાં બાકી પ્રોપર્ટી ટેકસની રકમ ભરપાઈ કરવાની તાકીદ થઈ હતી. જો આટલા સમયગાળામાં બાકી ટેકસની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો તેમની મિલકતોની એકતરફી જાહેર હરાજી હાથ ધરાશે તેવી ચીમકી પણ સત્તાવાળાઓએ આપી હતી. હવે આ મામલે પ્રોપર્ટી ટેકસ વિભાગ આગળની કાર્યવાહી કરી રહ્યો છે.

જ્યારે આજે ઉત્તર ઝોનના ડિફોલ્ટર્સને તંત્રએ કાયદાકીય સાણસામાં લીધા છે. કુલ ૧૪ ડિફોલ્ટર્સની કુલ ૯૩,૩૩,૪૭૪ બાકી ટેકસ રકમની ભરપાઈ માટે ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. જે મુજબ આ તમામ ડિફોલ્ટર્સે બાકી ટેકસની રકમ સાત દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. નહીંતર તેમની દર્શાવેલી મિલકતોના મહેસૂલ રેકોર્ડમાં બોજો નોંધાવવામાં આવશે અને જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ પણ તંત્રએ આ જાહેર નોટિસમાં જણાવ્યું છે.

તંત્રની યાદી તપાસતા આર્યસમાજ બિલ્ડીંગ સામેના અલકા બિÂસ્કટના ટેનામેન્ટ નં.૦ર૧૧ર૯૦૦૦૬૦૦૧-ડી કે જેના કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ લાલજીભાઈ શામજીભાઈ, પરષોત્તમભાઈ શામજીભાઈ, ઉકાભાઈ શામજીભાઈ, એસ.પી. વાસુદેવ, અશોકકુમાર વિસનદાસ હોઈ આ મિલકતનો તંત્રના ચોપડે રૂ.ર૩,૪૮,૭૭૬નો ટેકસ બાકી બોલે છે.

જ્યારે મેમ્કોની ધાબાવાળી ચાલી પાસેના ટેનામેન્ટ નં.૦ર૧પ૦૧૧૮૮૮૦૦૦૧-આઈ કે જેના કબજેદારનું નામ સંદીપકુમાર મિશ્રા છે અને કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ લાભશંકર મણિશંકર છે અને આ મિલકતનો રૂ.૧૪,૪૭,૪૯૬નો ટેકસ ભરવામાં આવ્યો નથી જ્યારે ધાબાવાળી ચાલીની અન્ય મિલકત કે જેનો ટેનામેન્ટ નં.૦ર૧પ૦૧૧૮૯૦૦૦૦૧-ડી છે અને આ મિલકતના કબજેદાર કમલસિંગ તોમર એન્ડ રામગોપાલ રાજપૂત હોઈ કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ લાભશંકર મણિશંકર છે અને આ મિલકતનો રૂ.૪,૯૬,૮૦રનો ટેકસ ભરાયો નથી.

જ્યારે સરસપુરની શારદાબહેન હોસ્પિટલની સામે આવેલી નૈતિક હોસ્પિટલ કે જેનો ટેનામેન્ટ નં.૦રર૩૧પ૦૧૯૧૦૦૦૩-એસ છે અને કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ ઓટાબહેન મેલાભાઈ, બચુભાઈ મેલાભાઈ, બાલુભાઈ ગફાભાઈ, લીલાબહેન ગોવિંદભાઈ હોઈ આ મિલકતનો રૂ.૬,રર,૯૩રનો ટેકસ ભરવાનો બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.