Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ઈન હાઉસ સોફટવેર ડેવલોપ કરશેઃ અંદાજિત વાર્ષિક ખર્ચ 3.78 કરોડ

પ્રોજેકટ મેનેજરને રૂ.૩ લાખ ૬૧ હજાર દર મહિને ચૂકવાશે

દર મહિને રૂ.૩ લાખ ૬૧ હજાર, સોફટવેર કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલને માસિક રૂ.ર લાખ ૧૦ હજાર, નેટવર્ક એન્જીનીયરને રૂ.ર લાખ ૪૭ હજાર, સીસ્ટમ હાર્ડવેર એન્જીનીયરને રૂ.ર લાખ ૪૭ હજાર, ડેટા બેઝ માટે રૂ.ર લાખ ૬૬ હજાર, સર્વર રૂમ એકસપર્ટને રૂ.ર લાખ ૪૭ હજાર જેટલી માતબર રકમ ચુકવાશે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઈ-ગર્વનન્સ સેવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તમામ કામ આઉટ સોર્સીંગથી થાય છે મતલબ કે અલગ અલગ કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવે છે જેના કારણે કોર્પોરેશન પાસે કોઈ ડેટા જળવાતો નથી.

તેથી કોર્પોરેશનના તમામ ડેટાની કાયમી ધોરણે જાળવણી થાય તે માટે ઈન હાઉસ સોફટવેર ડેવલપ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ તેના માટે જે પગાર ધોરણ નકકી કરવામાં આવ્યા છે તે મ્યુનિ. કમિશનરના પગાર કરતા પણ વધુ રહેશે જે બાબત ચર્ચાનો વિષય બની છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોને આપવામાં આવતી તમામ ઓનલાઈન સેવા માટે ખાનગી કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવે છે જેથી તંત્ર જે તે કંપનીઓ પર આધારિત રહે છે અને માહિતી સમયસર ઉપલબ્ધ થતી નથી

આ ઉપરાંત કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ તેની માહિતી મેળવવા માટે પણ પારાવાર તકલીફ થાય છે તેથી કોર્પોરેશન દ્વારા ઈન હાઉસ મેન પાવર પુરા પાડી સોફટવેર ડેવલોપ કરવા તથા તેના મેઈન્ટેન્સ માટે આઈટી સેકટરમાંથી એજન્સીઓને કામ આપવામાં આવશે જેનો અંદાજિત વાર્ષિક ખર્ચ રૂ.૩ કરોડ ૭૮ લાખ જેટલો થશે.

મ્યુનિ. કોર્પોરેશનના ઈન હાઉસ સોફટવેર પ્રોજેકટ માટે જે પગાર ધોરણ ચુકવવામાં આવશે તે ખૂબ જ વધારે છે પ્રોજેકટ મેનેજરને દર મહિને રૂ.૩ લાખ ૬૧ હજાર, સોફટવેર કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલને માસિક રૂ.ર લાખ ૧૦ હજાર, નેટવર્ક એન્જીનીયરને રૂ.ર લાખ ૪૭ હજાર, સીસ્ટમ હાર્ડવેર એન્જીનીયરને રૂ.ર લાખ ૪૭ હજાર, ડેટા બેઝ માટે રૂ.ર લાખ ૬૬ હજાર, સર્વર રૂમ એકસપર્ટને રૂ.ર લાખ ૪૭ હજાર જેટલી માતબર રકમ ચુકવાશે.

જયારે હેલ્પ ડેસ્ક એÂક્ઝકયુટીવને માસિક રૂ.૬પ હજાર ચુકવાશે. આમ દર મહિને રૂ.૩૧ લાખ પપ હજાર પગાર તંત્રના આ નવા વિભાગના કર્મચારીઓને ચુકવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.