Western Times News

Gujarati News

AMC દ્વારા પ્રોપર્ટી ટેક્ષ વસુલાત ઝુંબેશ શરુ,અનેક મિલકતો સીલ

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ વસુલાત ઝુંબેશ અંતર્ગત ૨૩ ફેબ્રુઆરીના રોજ બાકી કરદાતાઓ પૈકી ૧૦૧૫ મિલકતોને સીલ કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધારે ૨૦૫ મિલકતો પુર્વ ઝોન તથા પશ્ચિમ ઝોનમાં સીલ કરવામાં આવેલ છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષની કુલ આવક રૂપિયા ૯.૩૮ કરોડ થયેલ છે. જ્યારે પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતા તરફથી કોમર્શીયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફી વ્યાજ માફી સ્કીમ ચાલુ હોઇ તેમ છતાં ઘણાં સમયથી મિલકત વેરો નહિં ભરનાર ડિફોલ્ટરો સામે જુના કર વેરા વસુલવા વ્યક્તિગત કોમ્પલેક્ષમાં જઇ બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી મુજબ ૨૭ ફેબ્રુઆરી સોમવારના રોજ પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં ૨૮૭ મિલકતોને સીલો મારવામાં આવેલ છે.

જ્યારે પશ્ચિમ ઝોનમાં દેવઆશિષ કોમ્પલેક્ષ, ઉષાદીપ કોમ્પલેક્ષ, શુભમ કોમ્પલેક્ષ, નવરંગપુરા મેડીકેર સેન્ટર, મહાકાંત એલીસબ્રીજ, સ્વામીનારાયણ પાર્ક,નવા વાડજ, ઉર્જા શક્તિ,મોટેરા, હિમાલયા પિનાકલ, ચાંદખેડા અને મહાવીર ટાવર,પાલડીમાં મિલકતોને સીલ કરવામાં આવી છે. જ્યારે મ્યુનિસિપલ ટેક્ષ નોટીસો કે ચેતવણીઓ પ્રત્યે બિનગંભીર ડિફોલ્ટરો સામે જરૂર પડ્યે આવી મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવશે ત્યારબાદ મિલકતો જપ્ત કરી ટાંચમાં લઇ હરાજી તથા વેચાણ જેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવા ડિફોલ્ટરોને તાત્કાલીક મિલકત વેરો ભરવા બાબતે તાકીદ કરવામાં આવે છે તથા આવનાર દિવસોમાં પણ મિલકત વેરાની વસુલાતની તથા સીલીંગ કરવાની કામગીરીને વધુ સઘન ઝુંબેશ રૂપે હાથ ઘરવામાં આવનાર છે.પૂર્વઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા રોજ રૂપિયા ૨.૩૩કરોડની ટેક્ષની જંગી વસૂલાત તથા બાકી કરદાતાઓના ૧૩૮ એકમો સીલ કરવામાં આવ્યા છે.

પૂર્વઝોનમાં વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે પૈકી (૧) શુભ લક્ષ્મી એસ્ટેટ, રખિયાલ (૨) રુદ્ધ બિઝનેસ પાર્ક, વસ્ત્રાલ (૩) પંચામ્રુત રેસીડેન્સી, નિકોલ (૪) ગોલ્ડન કોમ્પલેક્ષ, ગોમતીપુર (૫) ખોડિયાર નગર, હાટકેશ્વર (૬) બંસીધર એપાર્ટમેન્ટ, અમરાઇવાડી ૧૩૮ એકમોને સહિત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કુલ ૫૧૯૨ એકમોને સીલ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્ષ ચુકવણીની રકમ ન ભરતા કરદાતાઓ સામે સિલીંગ ઉપરાંત નળ-ગટરના કનેક્શન કાપવાની, જપ્તી તથા હરાજી સુધીના સઘન પગલાં લેવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે ૨.૩૩ કરોડ જેટલી ટેક્ષની વસૂલાત કરવામાં આવેલ છે.

ઉત્તર પશ્ચિમ ટેક્ષ ખાતા તરફથી કોમર્શીયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના જુદા- જુદા વિસ્તારમાં ટેક્ષ વિભાગ દ્વારા માસ સિલિંગ ઝુંબેશમાં કુલ ૬૨ મિલકતોને સિલ કરવામાં આવેલ. કુલ ૪૩૩૮ મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે સઘન રીકવરી ઝુંબેશ ના ભાગ રૂપે આજ રોજ પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તથા તેવી મિલકતોમાં આખરી ચેતવાણીના સીલ મારવામાં આવેલ છે. તેમજ આગામી દિવસોમા આ ઝુંબેશ સઘન બનાવવામાં આવશે. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.