Western Times News

Gujarati News

શેઠ એમ.જે.લાયબ્રેરીનું નાણાંકીય વર્ષ 2025-26 માટે રૂ 20 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ 

ગાંધી સાહિત્યને A.I. Based Technology નો ઉપયોગ કરી જીવંત સ્વરૂપમાં દર્શાવવા માટે રૂા. ૨૦.૦૦ લાખની જોગવાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ મા.જે.પુસ્તકાલયનું સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટેનું રૂા.૨૦,૦૫,૭૫,૦૦૦/-નું ડ્રાફ્ટ અંદાજપત્ર ગ્રંથપાલ ડૉ. બિપીનભાઈ મોદી દ્વારા  રૂા.૨૦,૦૫,૭૫,૦૦૦/-નું  રજૂ કરવામાં આવ્યું, જેમાં લાયબ્રેરી ને એ.સી.કરવા, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, જ્ઞાન ગોષ્ટિ અને મહિલાઓ માટે આરોગ્યલક્ષી કાર્યક્રમો માટે જોગવાઈ કરવામાં આવી છે.

શેઠ મા.જે. પુસ્તકાલય | શાખા પુસ્તકાલયોમાં વાંચનસાહિત્ય ઉપરાંત વિવિધ સેવાકીય, રચનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂા.૭૫.૦૦ લાખ, પુસ્તકાલયમાં આવેલ પ્રચલિત અને અલભ્ય પુસ્તકોના ડિઝીટાઈઝેશન માટે રૂા. ૧૩,૦૦ લાખ તેમજ પુસ્તકાલયની ડોક્યુમેન્ટરી બનાવવા માટે રૂા.૫.૦૦ લાખ,

ગાંધી સાહિત્યને A.I. Based Technology નો ઉપયોગ કરી જીવંત સ્વરૂપમાં દર્શાવવા માટે રૂા.૨૦.૦૦ લાખ, વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે વિવિધ પ્રકારના મોડ્યુલ ઉપલબ્ધ કરાવવા માટે રૂા. ૨૦.૦૦ લાખની તેમજ કારકિર્દી માર્ગદર્શન સંબંધિત પ્રેરણાદાયી કાર્યક્રમો માટે રૂા. ૩.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે..

પુસ્તકાલયોમાં ઉપલબ્ધ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID સીસ્ટમથી સજજ કરવા રૂા. ૩૦,૦૦ લાખની તેમજ E-Resources Subscribe કરવા રૂા.૫.૦૦ લાખ,  શેઠ મા.જે. પુસ્તકાલય / શાખા પુસ્તકાલયોને વાતાનુકૂલિત કરવા માટે રૂા.૬૦.૦૦ લાખની અને અપગ્રેડ કરવા માટે રૂા. ૧૦.૦૦ લાખની ,સાહિત્યગોષ્ઠિ / સાહિત્યપર્વના આયોજન માટે રૂા. ૧૦.૦૦ લાખની અને સાંપ્રત સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર પરિસંવાદ કરવા માટે રૂા.૧.૦૦ લાખ, મહિલા આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમોના આયોજન માટે રૂા.૨.૦૦ લાખની  દિવ્યાંગ વિદ્યાર્થીઓ સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રૂા.૨.૦૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

શેઠ મા.જે. પુસ્તકાલયની અંદાજપત્રીય સભા મેયર પ્રતિભા જૈન ના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, સ્કૂલબોર્ડ ચેરમેન ડૉ. સુજય મહેતા અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.