ન્યૂ વાસણા વિસ્તારમાં AMC આરોગ્ય વિભાગ દ્વારા NCD કેમ્પનું સફળ આયોજન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ન્યૂ વાસણામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર (UHC) દ્વારા શ્રી પ્રેમગૂણ આરાધના વાટિકા વિસ્તારમાં નૉન-કમ્યુનિકેબલ ડિસિઝ (NCD) કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ વહેલી સવારે યોજાયો હતો જેમાં સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોના બ્લડ પ્રેશર (B.P.) ચેકઅપ, બ્લડ શુગર ટેસ્ટ, બોડી માસ ઇન્ડેક્સ (BMI) સહિતની આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. સાથે સાથે લોકો માટે આરોગ્ય સંબંધી માર્ગદર્શન અને જાગૃતિ બાબતની માહિતી પણ આપવામાં આવી હતી.
સ્થાનિક રહેવાસીઓએ આ કેમ્પની અનુકૂળતા અને સેવા માટે આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કેમ્પથી લોકોમાં જીવનશૈલી સંબંધિત રોગો અંગે જાગૃતતા અને યોગ્ય સારવાર માટેની પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળ્યો છે.