અમદાવાદની જાણીતી સ્કુલોને પ્રોફેશનલ ટેક્સ ભરવા AMCની નોટિસ
યુરો કિડ્સ સ્કૂલ, એ-વન સ્કૂલ, પ્રકાશ હાઈસ્કૂલ, ગોપી દાલબાટીને પ્રોફેશનલ ટેક્સ ભરવા નોટિસ
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા ગત ૨ જાન્યુઆરીથી પ્રોફેશનલ ટેક્સ વસૂલાતને સઘન બનાવવા માટે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત યુરો કિડ્સ સ્કૂલ, એ-વન સ્કૂલ, પ્રકાશ હાઈસ્કૂલ, ગોપી દાલબાટી સહિતના એકમોને પ્રોફેશનલ ટેક્સના સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા ઘાટલોડિયાના દેવનારાયણ ઈલેક્ટ્રોનિક્સ, લક્ષ્મી વાસણ ભંડાર, વિમલનાથ જ્વેલર્સ, પુરોહિત ચવાણું, યુરો કિડ્સ સ્કૂલ, શ્રીહરિ ગૃહ ઉદ્યોગ, જલારામ પાત્રા હાઉસ, મોરપંખ ડિઝાઈન, ફેમસ હેર આર્ટ, મેમનગરના સ્વીટ હોમ ફર્નિશિંગ, પેનામેક્સ ઈન્ફોટેક લિ., સુભાષ ચોકની એ વન સ્કૂલ, નહેરુપાર્કની કીસ્ટોન યુનિવર્સ ઓફ એજ્યુકેશન, આરસી ટેકનિકલ રોડના સાંઈનાથ ઓટો, ચાણક્યપુરીની માતા પાર્વતી હિન્દી પ્રાથમિક સ્કૂલ, ચાંદલોડિયા ગામના તિરુપતિ વિદ્યાલય, ગોતા-ચાંદલોડિયા રોડ પરના સિટી સ્કવેર માર્ટ,
ત્રાગડના યુનિક ઈનોવેટ્સ, પ્રાઈમ ઈન્સ્ટીરિયર, હેતાંશ એન્ટરપ્રાઈઝ, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ, વસ્ત્રાપુર, તળાવની બ્રિટિશ કાઉÂન્સલ લાઈબ્રેરી, બીસી એક્ઝામિનેશન એન્ડ ઈંÂગ્લશ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ, ન્યૂ સુવર્ણા સ્પા, સેલેક્ટો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ગુરુકુલ રોડના નીલકમલ કોફી બાર, નવનીત હાઉસ, ગોતાના અદાણી સીએનજી પંપ, ગોપી દાલબાટી, શ્રી રાજપૂત સમાજ ભવન,શ્રી કાંચી શંકર સ્કૂલ, એવર શાઈન ફ્લોર,
અણીધારા ગ્રેનાઈટ, અંજલિ ગ્રેનાઈટ, માહી માર્બલ, ઓગણજના મહાવીર ઈલેક્ટ્રોનિક્સ, વૈભવ બિલ્ડ મોલ, ઓનેસ્ટ, લાપીનોઝ ધ ગ્રે, પલાશ પાર્ટી પ્લોટ, સોમેશ્વર ફાર્મ, વિહત ફાર્મ ગેસ્ટ હાઉસ, ફૂડ ફોરેસ્ટ, બિગ ઈલેક્ટ્રોનિક્સ, જયરામ ઈન્ટીરિયર, એચઆરએસ મોડ્યુલર ફર્નિટેક, શ્રી દ્વારકેશ, વિન્ડો વર્લ્ડ, શ્રી પાટીદાર ટ્રેડર્સ, શ્રેયા એન્ટરપ્રાઈઝ, ધ ગ્રીન ડેઝર્ટ પાર્ટીપ્લોટ એન્ડ તિલક ફાર્મ, ધ ગ્રીન ડેઝર્ટ ગાર્ડન રેસ્ટોરાં,
વિવેકાનંદ રોડ પરના કલાપી સુપર માર્કેટ, કલાપી ટ્રેડિંગ, પ્રિશા બ્યુટી સલૂન, ગુરુદ્વારાના સિક્યોર ઓટોમોબાઈલ્સ, જેપી એનર્જી, ડેનિસ કોફી બાર, અગ્રવાલ ટાવરમાં સાર્થક સ્કૂલ અને સત્તાધાર સોસાયટીની પ્રકાશ હાઈસ્કૂલ તેમજ સાર્થક-૨ સ્કૂલને તંત્રએ પ્રોફેશનલ ટેક્સના સંદર્ભમાં નોટિસ ફટકારી હતી. સત્તાવાળાઓએ કુલ ૫૦૨ પ્રોફેશનલ ટેક્સધારકોના એકમોની રૂબરૂ સ્થળ તપાસ કરીને કુલ ૨૩૧ પ્રોફેશનલ ટેક્સધારકોને નોટિસ ઈશ્યૂ કરી હતી
તેમજ એક જ દિવસમાં રૂ. ૧૩,૪૯,૮૨૫નો પ્રોફેશનલ ટેક્સ વસૂલ્યો હતો. પૂર્વ ઝોનાંથી સૌથી વધુ રૂ. ૭.૧૪ લાખથી વધુની રિકવરી કરવામાં આવી હતી, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ. ૨.૦૨ લાખથી વધુની રિકવરી, ઉત્તર ઝોનમાંથી રૂ. ૧.૩૦ લાખથી વધુની રિકવરી, મધ્ય ઝોનમાંથી રૂ. ૯૯,૭૯૬ની રિકવરી, પશ્ચિમ ઝોનમાંથી રૂ. ૭૯,૪૭૦ની રિકવરી, દક્ષિણ ઝોનમાંથી રૂ. ૬૨,૧૨૩ની રિકવરી, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછી રૂ. ૬૦,૮૫૫ની રિકવરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.