Western Times News

Gujarati News

મ્યુનિ. કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરી રૂા.ર૦૦ કરોડનું આંધણ કરવા અધિકારીઓ તત્પર

પ્રતિકાત્મક

હાઉસીંગ પ્રોજેકટના કોન્ટ્રાકટરો અંગેની વિવાદાસ્પદ દરખાસ્ત સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રને હોદ્દેદારો દ્વારા ક્યારેક તઘલઘી નિર્ણયો લેવામાં આવે છે પછી જયારે રેલો આવે ત્યારે પરસ્પર આક્ષેપો થતા રહે છે ગુજરાતીની કહેવત “આખે આખો હાથી નીકળી જાય પરંતુ પૂછડી પકડી રાખવી” કેટલાક સંજાેગોમાં અહી યથાર્થ પણ સાબિત થતો હોય છે. AMC Officials are ready to waste Rs. 200 crore by blacklisting the contractors

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ હાઉસીગ પ્રોજેકટના કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરવાની દરખાસ્તમાં કંઈક આવો જ ખેલ જાેવા મળી રહયો છે. જેમાં કોન્ટ્રાકટરોને બ્લેકલીસ્ટ કરી કોર્પોરેશનની તીજાેરી પર રૂા.૩૦૦ કરોડનું ભારણ નાંખવા માટે તંત્ર તૈયાર થયું છે. હવે જાેવાનું એ રહે છે કે શાસકો શું ખેલ કરે છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પો. દ્વારા હાઉસીંગ પ્રોજેકટ અંતર્ગત ર૦૧૯ના વર્ષમાં વંદેમાતરમ્‌ પ્રોજેકટ પ્રા.લિ. (Vande Mataram Projects)  કંપનીને સોલા ટીપી-૪ર માં ૮૪ આવાસ અને શાહવાડી ટી.પી ૯૪ માં પ૦૯ મળી કુલ ૩૯૪ એલઆઈજી આવાસ (LIG Awas Yojana) બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો અહીં પરિસ્થિતિ એવી છે કે કોન્ટ્રાકટરને જયારે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા

તે સમયે વૈશ્વિક મહામારી કોવિડનો સમયગાળો શરૂ થયો હતો. મ્યુનિ. કોર્પોરેશને ૮૪ આવાસ માટે માર્ચ ર૦ર૦માં અને પ૦૯ આવાસ માટે મે- ર૦૧૯મા રજા ચિઠ્ઠી આપી હતી પરંતુ પ૦૯ આવાસ માટેના પ્લોટમાં ખૂબજ દબાણો હતાં આ દબાણો હટાવી અને ખુલ્લો પ્લોટ જુન -ર૦ર૦માં આપવામાં આવ્યો હતો

આ સમયગાળા દરમિયાન ૮૩ દિવસનું લોકડાઉન આવ્યું હતું અને ત્યારબાદ મજુરો સ્થળાંતર કરી ગયા હતા જેના કારણે કામ શરૂ થયું ન હતું તેમ છતાં કોન્ટ્રાકટરે યેનકેન પ્રકારે કામ શરૂ કર્યું હતું રાજય સરકારે કોવિડના સમયગાળા દરમિયાન કોન્ટ્રાકટરોને જે નુકશાન થયું હોય તેનો તફાવત ચુકવવા જાહેરાત કરી હતી

જેનો લાભ કેટલી સમય મર્યાદા પૂરતો આ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ભાવમાં અસહ્ય વધારો થતાં કોન્ટ્રાકટરે નવા ભાવની માંગણી કરી હતી નવા ભાવ મુજબ કામ કરવાની રજુઆત કરી હતી જેનો તંત્ર દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મ્યુનિ. કોર્પો. અને કોન્ટ્રાકટર વચ્ચે પત્ર વ્યવહાર અને મીટીંગો દોર થતો રહયો હતો.

મ્યુનિ. કોર્પો.એ કોન્ટ્રાકટરેન ટેન્ડર ભાવ એટલે કે રૂા.૧૭૬ર૯.ર૦ પ્રતિ ચો.મી. થી કામ કરવા દબાણ કર્યું હતું જયારે રાજય સરકારના નવા ભાવ મુજબ નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવે તો રૂા.૩૦૦૯૦ના ભાવ આપવા પડે તેમ છે જે જુના ભાવ કરતા લગભગ ૭૧ ટકા જેટલા ઉંચા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરી નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવે તો ૭૧ટકાના ભાવ તફાવત મુજબ અંદાજે રૂા.૧પ૦ કરોડનું ભારણ મ્યુનિ. તિજાેરી પર આવે તેમ છે. આશ્ચર્યજનક બાબત એ છેકે કોન્ટ્રાકટરે ૮૪ આવાસમાં ૬૦ ટકા અને પ૦૯ આવાસમાં ૪૦ ટકા કામ પુરુ કર્યું છે તેથી નવા ટેન્ડર જાહેર કરવામાં આવે તો

નવા અને જુના કોન્ટ્રાકટરના કામ વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ થઈ શકે છે તેમજ કામ પૂર્ણ થવામાં વધુ બે વર્ષનો સમય લાગી શકે તેમ છે. મ્યુનિ. કોર્પો.એ અહીં લાભાર્થીઓ પાસેથી ફોર્મ માટે રૂા.ર૦ હજાર ઉઘરાવ્યા છે તેથી જાે વધુ ર વર્ષનો સમયગાળો થાય તો લાભાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવે તે બાબત પણ નિશ્ચિત માનવામાં આવે છે.

શાહવાડી અને સોલા, થલતેજ જેવી સ્થિતિ નિકોલ, મોટેરાના પ્રધાનમંત્રી આવાસ યોજનાને છે અહીં મ્યુનિ. કોર્પો.એ કોન્ટ્રાકટરને એકસાથે ૬૩૭૦ આવાસો તથા ર૭ દુકાનોના કામ સોંપ્યા હતાં જેમાં પણ કોવિડના કારણે સમયસર કામ શરૂ થયા ન હતાં અહીં જયોતિ ઈન્ફ્રા. (Jyoti Infra)  દ્વારા ફેઝ-૬ ના પેકેજ રર માં ૧પ૯૩ આવાસ તથા ઈન્ટરનલ ઈન્ફ્રા.ના (Internal Infra) કામમાં લગભગ પ૮ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે

જયારે ટી.પી -૧૧૧ માં ૮૯૬ આવાસો પૈકી ૭૯૮ આવાસોમાં પ૩ ટકા કામ પુરું કરવામાં આવ્યું છે. જયારે ચોંકાવનારી બાબત એ છે કે ટી.પી -૩૭માં ૪૦૬ મકાનોના કોન્ટ્રાકટરમાં ૭૭ ટકા કામ પુરુ થઈ ગયું છે જેની સમયમર્યાદા જુન ર૦ર૩માં પૂર્ણ થાય છે તેમ છતાં મ્યુનિ. વહીવટી તંત્ર દ્વારા આ બંને કોન્ટ્રાકટરોને બ્લેકલીસ્ટ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

સામાન્ય રીતે ૪૦ટકા કરતા વધુ કામ પૂર્ણ થઈ ગયા હોય તેવા સંજાેગોમાં વર્તમાન કોન્ટ્રાકટરને જ બાંધછોડ કરી ભાવ વધારો આપવાની પ્રણાલી છે. આજ પ્રકારનો કેસ દાણાપીઠ ફાયર સ્ટેશનનો પણ હતો જેમાં કોવિડના કારણે કોન્ટ્રાકટરે ભાવ વધારો માંગ્યો હતો જે ના મંજુર કરી નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં જુના ટેન્ડર કરતા પણ વધુ રકમ ચુકવવામાં આવી છે તેમજ શાસકોના ખોટા હઠાગ્રહના કારણે કામમાં લગભગ એકથી દોઢ વર્ષનો વિલંબ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.