કોવિડ ગાઈડલાઈન્સ: રથયાત્રા સુધી AMC ‘સાઈલન્ટ મોડ’ પર જ રહેશે
૧ જુલાઈએ રથયાત્રા ધામધૂમથી નીકળે તેના પર તંત્ર હાલ ભાર મુકી રહ્યું છે-ગુજરાતમાં રોજેરોજ સત્તાવાર રીતે નોંધાતા કોરોનાના કેસ પૈકી અડધો અડધ કેસ તો એકલા અમદાવાદના.
(એજન્સી) અમદાવાદ, શહેરમાં કોરોનાની ફોર્થ વેવનો ધીમા પગલે પ્રારંભ થઈ રહ્યો છે. હાલમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઘાતક નીવડયો નથી એટલે તેનાથી થતાં મૃત્યુના બિહામણા આંકડા જાેવા મળતા નથી, પરંતુ આનો અર્થ એ તો કદાપિ થતો નથી કે કોરોનાના સંક્રમણને હળવાશથી લેવું જાેઈએ.
Until the Covid Guidelines, AMC will stay in “Silent Mode.” Rathyatra
કેમ કે સમગ્ર ગુજરાતમાં રોજેરોજ સત્તાવાર રીતે નોંધાતા કોરોનાના કેસ પૈકી અડધો અડધ કેસ તો એકલા અમદાવાદના હોય છે. રાજયના કુલ એક્ટિવ દર્દીઓમાં પણ પપ ટકાથી વધુ એક્ટિવ દર્દી અમદાવાદના છે. એટલે અમદાવાદીઓએ તો કોરોનાના વધતા જતા સક્રમણને ખાસ ગંભીરતાથી લેવાની જરૂર છે. તે માટેની કોવિડ ગાઈડલાઈન્સનું અક્ષરસઃ પાલન કરવું અતિ આવશ્યક પણ છે.
જાેકે મ્યુનિ. સત્તાવાળાઓ કોવિડ ગાઈડલાઈન્સના પાલનના મામલે બિલકુલ ટાંઢે પાણીએ છે. તંત્ર રથયાત્રા રંગેચંગે સંપન્ન ન થાય ત્યાં સુધી સાઈલન્ટ મોડ પર રહેશે તેવી ચર્ચા પણ ઉઠી છે.
જમાલપુરના ઐતિહાસિક જગન્નાથ મંદિરથી આગામી અષાઢી સુદ બીજ, તા.૧ જુલાઈએ શહેરની ૧૪પમી રથયાત્રા નીકળવાની છે. ગત તા.૧૪ જૂને ભક્તોના જયધોષ વચ્ચે ૧૦૮ કળશ સાથે ભગવાન જગન્નાથજીની જળયાત્રા સંપન્ન થઈ હતી. નૌકાયાત્રાનું નેતૃત્વ કરનાર ગજરાજને પણ શણગારવામાં આવ્યો હતો તે દિવ્સે મિની રથયાત્રા જેવો શહેરમાં માહોલ જામ્યો હતો.
હવે જયારે બે વર્ષ પછી રથયાત્રા નીકળવાની છે તેવા સમયે મ્યુનિ. સત્તાવાળાઓ પણ તેની તડામાર તૈયારી કરી રહ્યા છે. ગત તા.ર૧ જુને મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં એકતા સમિતીની બેઠક પણ યોજાઈ હતી. એકતા સમિતિમાં ઘીકાંટા વિસ્તારમાં રથ ઝડપથી પસાર થતા હોઈ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈશકતા નથી તેથી શાંતિથી રથોને હંકારવા જેવા સૂચનો પણ સભ્યોએ કર્યાં હતાં.
મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ તંત્ર છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારી કરી રહ્યું હોઈ ભયાનક મકાનો હટાવાઈ રહ્યા છે. ઝાડનું ટ્રીમિંગ થાય છે વગેરે માહિતી પુરી પાડીને શાસકોને રથયાત્રા માટે તંત્ર ખડેપગે તૈયાર હોવાનું આશ્વાસન આપ્યું હતું.
બીજા અર્થમાં અત્યારે મ્યુનિ. સત્તાવાળાઓ માટે કોરોનાની કોવિડ ગાઈડલાઈન્સ કરતા રથયાત્રાનું સફળ આયોજન સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. સવારે આઠ વાગ્યે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના ઉચ્ચ હોદ્દેદારો તેમજ મધ્યઝોન અને ઉત્તર ઝોનના સંબંધિ અધિકારીઓએ જગન્નાથ મંદિરથી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું.
રથયાત્રા જ જે વિસ્તારમાંથી પસાર થવાની છે તે તે વિસ્તારમાંથી ફરીને મેયર વગેરે પુનઃ જગન્નાથ મંદિર આવ્યા હતા એટલે શાસક ભાજપ પણ આગામી રથયાત્રા પર વિશેષ ભાર મુકી રહ્યો છે.
આ સંજાેગોમાં શહેરમાં કોરોનાના કેસ ગમે તેટલા નોંધાય, પરંતુ મ્યુનિ. હેલ્થ વિભાગ અને મ્યુનિ. સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ લોકો પાસે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે મેદાનમાં ઉતરવાનો નથી, કેમ કે ઉપરથી આ બને વિભાગને હમણાં કોઈ ઉતાવળ કરશો નહી અને જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરનારાઓને દંડશો નહી તેવો કડક આદેશ અપાઈ ગયો છે.
આમ તો મ્યુનિ. તંત્ર ભલે રથયાત્રા પર તેની સમગ્ર શક્તિ લગાવે અને રથયાત્રા પછી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન લોકો પાસે કરાવવા જાય, પરંતુ તેનાથી કોરોના વધુ વકરીને ક્યાં જઈને અટકશે તેની કલ્પના કરતા બીક લાગે છે. ઉપરાંત રથયાત્રાના મહોત્સવ બાદ પણ કોરોનાનો વિસ્ફોટ થઈ શકે છે. આ તો ઠીક, જુલાઈમાં યોજાનારા વંદે ગુજરાતના કાર્યક્રમ હેઠળ શહેરભરમાં એક રથ ફરવાનો હોઈ તેનાથી ભીડ જામીને કોરોના કાબુ બહાર જાય તેવી શક્યતા છે.