Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ખાનગી સોસાયટીઓને ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર આપશે

સોલિડ વેસ્ટમાંથી બાયોગેસ પણ ઉત્પન્ન કરવામાં આવશે

(પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદ શહેરમાં જુદા-જુદા પ્રકારનાં કચરાને નિયંત્રિત કરવા માટે જુદા-જુદા પગલાં લેવામાં આવી રહયા છે તથા તે અંગે દૈનિક ધોરણે કામગીરીઓ હાથ ધરવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન ની ૨૦૨૪ ની ગાઈડલાઈન અનુસંધાને કચરાને રીડયુઝ, રીસાઇકલ અને રીયુઝ ઉપર ભાર આપવામાં આવ્યો છે.

જે અંતર્ગત કચરાને તેનાં ઉત્પતિ સ્થળે પ્રોસેસ કરવાની કાર્યપધ્ધતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પ્રમાણે કચરાને તેનાં ઉત્પતિ સ્થળે પ્રોસેસ કરવાથી અ.મ્યુ.કો. ની કચરાનાં એકત્રીકરણ અને ટ્રાન્સપોર્ટેશન ની કામગીરીમાં પણ ઘટાડો મળી રહે.

વધુમાં શહેરમાં જુદા-જુદા શાકભાજી માર્કેટો, ફ્રુટ માર્કેટ, બલ્ક વેસ્ટ જનરેટર એકમો, જુદા-જુદા રેસીડેન્સીયલ સોસાયટીઓ, કોમ્પલેક્ષ સહિત જયાં ઓર્ગેનીક વેસ્ટ કન્વટર મશીન , બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ થઈ શકે તેમ હોય ત્યાં આ પ્રકારનાં મશીન ઈન્સ્ટોલ કરવાથી કચરામાંથી ખાતર , વીજળી બનાવી શકાય અને તેનો ઉપયોગ થઈ શકે.

અ.મ્યુ.કો. દ્વારા તાજેત્તરમાં સ્વચ્છતાનાં ધોરણને વધુ સઘન બનાવવા સમગ્ર અ.મ્યુ.કો. વિસ્તારમાં આવેલ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, ગામતળ વિગેરે સહિતનાં જુદા જુદા કલ્સ્ટર બનાવી ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૦૦૦ કરતાં વધુ સોસાયટીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જે તમામની વચ્ચે સફાઇ અને અન્ય બાબતોએ આંતરીક સ્પર્ધા થશે.

અંતે વિજેતા સોસાયટીઓને ઇનામી પુરસ્કાર તરીકે સોસાયટીઓનાં કોમન ઉપયોગ માટે સફાઈ અને અન્ય બાબતોએ સાધન સામગ્રી આપવામાં આવશે. જે સોસાયટીઓ ઓર્ગેનીક વેસ્ટ કન્વટર મશીન મેળવવા અને કાર્યરત કરવા ઇચ્છુક હોય તેઓને આવાં મશીન ફાળવવામાં આવશે. હાલ જુદા-જુદા ઝોનના સોવેમે વિભાગ દ્વારા ૨૭ જેટલાં સ્થળોએ ઓર્ગેનીક વેસ્ટ કન્વટર મશીન માટે માંગણી કરવામાં આવી છે.

જો કે જે સ્થળોએ સ્જીઉ ંર્ બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ થઈ શકે તેમ હોય ત્યાં તે પણ ફીટ કરાવી શકાય. વધુમાં અ.મ્યુ.કો. સ્ટે. કમીટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ નાં બજેટમાં સ્પેશીયલ ઠરાવ નં. ૩૫ માં જણાવાયા મુજબ “શહેરમાં ઉત્પન્ન થતાં ભીના કચરાને ટ્રાન્સફર સ્ટેશન ઉપર જ જુદો કરી અને બાયોગેસ પ્લાન્ટમાં મોકલી શકાય. તે માટે ઓર્ગેનીક રીકવરી મશીન નાખવામાં આવશે.

જેથી આ મશીન દ્વારા જુદા કરવામાં આવેલ ભીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરીને ગ્લોબલ ર્વોમિંગમાં ઘટાડો કરી શકાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ વડાપ્રધાનના ગતિશીલ ભારતના સ્વપ્નમાં સહયોગ આપી શકાય. આ માટે અંદાજપત્રમાં રૂ. ૧૫.૦૦ કરોડની ફાળવણી કરી છે. આ પ્રકારનાં ૧ નંગ બાયોગેસ આધારીત મશીનની કામગીરી માટે અંદાજી ૨૫૦ દિવસની કામગીરીને ધ્યાને લેતાં

દૈનિક (૫૦૦ કિ.ગ્રા.) માટે પ્રતિ કિ.ગ્રા. નાં રૂ.૫.૬૫ + ૧૮% જીએસટીના ખર્ચથી વાર્ષિક મહત્તમ અંદાજી રૂ. ૭.૦૬ લાખ+ ૧૮% જીએસટી જેવાનો પ્રતિ મશીન દીઠ ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે ૨૫૦ કિ.ગ્રા.નં ઓડબલ્યુસી મશીનની કામગીરી માટે દૈનિક (૫૦૦ કિ.ગ્રા.) માટે પ્રતિ કિ.ગ્રા. નાં રૂ.૫.૬૦ નેટનાં ખર્ચથી વાર્ષિક મહત્તમ અંદાજી રૂ. ૬.૮૮ લાખ જેવાનો પ્રતિ મશીન દીઠ ખર્ચ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.