Western Times News

Gujarati News

આચારસંહિતાના અમલ પહેલા AMCના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાશે

(એજન્સી)અમદાવાદ, ૧૮મી લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે તેમ છે. હવે એવું કહી શકાય કે ચૂંટણીની જાહેરાત આડે ગણતરીના દિવસો રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે દિલ્હીનું રાજ મેળવવા માટે ખરાખરીનો જંગ ખેલાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખથ દેશના વડાપ્રધાન બનવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓએ પણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તે દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી થાયતે દિશામાં જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે.

મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને ખાસ ઓફિસ ઓર્ડર પ્રસિદ્ધ કરીને મ્યુનિ. કોર્પાેરેશન હદ વિસ્તારમાં પાળવાની થતી આદર્શ આચારસંહિતાના અમલીકરણની કામગીરી માટે જે તે ઉચ્ચ અધિકારીઓને ફરજ સોંપી છે. દેશના ચૂંટણીપંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવા આગામી ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવનાર હોઈ આચારસંહિતાના અમલીકરણની કામગીરી માટે તમામ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને તેને લગતી ફરજ સોંપાઈ છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશન હદ વિસ્તારના જાહેર રોડ, જાહેર તેમજ ખાનગી મિલકતો ઉપરના ધ્વજદંડ-પતાકાઓ, લખાણો, સૂત્રો, વિશાળ કટઆઉટ, હો‹ડગ્સ, જાહેરાતના પાટિયાં, બેનર્સ, પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કામગીરી ચૂંટણી જાહેર થવાની તારીખથી ચૂંટણીની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધીના સમયમાં જ રોજેરોજ રાઉન્ડ ધ ક્લોક કરાવવાની રહેશે તેમજ આ બાબતે કરવામાં આવેલી કાર્યવાહીની નોંધ વિગતવાર રોજેરોજ રિપોર્ટ તૈયાર કરી ત્રણ કોપીમાં અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર, શહેરી વિસ્તારના આચારસંહિતા અમલીકરણના નોડલ ઓફિસર અને ઉત્તર પશ્ચિમ ઝોન એચએડી (જનરલ)ને મોકલી આપવાનો રહેશે.

કમિશનર એમ.થેન્નારસને પ્રસિદ્ધ કરાયેલા ઓફિસ ઓર્ડરમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાગર જે. પિલુચિયાને મધ્ય ઝોન, આસિ. મ્યુનિ. કમિશનર હિતેશ ગજ્જરને પૂર્વ ઝોન, આસિ. મ્યુનિ. કમિશનર કિરણ વનાલિયાને પશ્ચિમ ઝોન, આસિ. મ્યુનિ. કમિશનર કિરણ વનાલિયાને પશ્ચિમ ઝોન, આસિ.મ્યુનિ. કમિશનર હેમંત આર. બલાતને ઉત્તર ઝોન, આસિ. મ્યુનિ. કમિશર નિકુંજ મહેન્દ્રભાઈ પ્રજાપતિને દક્ષિણ ઝોન, આસિ.મ્યુનિ. કમિશનર દેવેન ભટ્ટને ઉત્તર પશ્ચિમ ઝોન અને આસિ. મ્યુનિ. કમિશનર પૃથ્વીરાજસિંહ ડી. ઝાલાને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આચારસંહિતા અમલીકરણના ઝોનના આસિસ્ટન્ટ નોડલ ઓફિસરની જવાબદારી સોંપાઈ છે.

આ તમામ આસિસ્ટન્ટ નોડલ ઓફિસરે આચારસંહિતાભંગને લગતી ફરિયાદોના યોગ્ય નિકાલની કામગીરી કરવાની રહેશે. આચારસંહિતા ભંગને લગતી ઝોનની ફરિયાદ અંગે જે તે સંબંધિત વિભાગના વડા પાસેથી અહેવાલસહ રિપોર્ટ મેળવી તેમના અભિપ્રાય સાથેનો રિપોર્ટ તૈયાર કરી

આસિસ્ટન્ટ નોડલ ઓફિસર તરીકેની ફરજ બજાવનાર આસિ. મ્યુનિ.કમિશનરે ત્રણ કોપીમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર, અમદાવાદના ડીઆરડીએના ડિરેક્ટર આદર્શ આચારસંહિતા અમલીકરણ અધિકારીની ફરજ બજાવતા ચીફ નોડલ ઓફિસર તેમજ આચારસંહિતા અમલીકરણ (શહેરી વિસ્તાર)ના નોડલ ઓફિસર અને ઉત્તર પશ્ચિમ ઝોનના એચઓડી (જનરલ) ને મોકલી આપવાના રહેશે.

પૂર્વ અમદાવાદના લાખો લોકોને રાહત આપનારા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠલ બે કિ.મી.ના રોડનું કામ પૂર્ણ કરવાની દિશામાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કવાયત આરંભી છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા કહે છે કે,ખારીકટ કેનાલના બે કિ.મી.ના રોડનું લોકાર્પણ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. જો શક્ય હશે તો વર્લ્ડ બેન્ક આધારિત રૂ. ૩૦૦૦ કરોડના ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતાં વિવિધ કામોના ભૂમિપૂજન માટેના પ્રયત્નો પણ હાથ ધરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.