મ્યુનિ. ટેક્સ વિભાગમાં નામ- સરનામા ફેરફારમાં થતા વિલંબ સામે કાર્યવાહી થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના તળાવોમાં ભારે દબાણ થઈ રહયા છે તળાવ ડેવલપમેન્ટ સમયે આ દબાણ દુર કરવામાં હાલાકી થઈ રહી છે તેમજ ઈમ્પેકટ ફી નો વ્યાપ વધારવા અને ટેક્ષ વિભાગમાં આવતી ફરિયાદોનો સમયસર નિકાલ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટિમાં સઘન ચર્ચા થઈ હતી.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જુદા જુદા વિસ્તારોમાં આવેલા તળાવો ડેવલોપ કરવામાં આવી રહ્યા છે તળાવ ડેવલપમેન્ટ સમયે તેમાં થયેલા દબાણ ના કારણે કામમાં વિલંબ થાય છે તેથી આ પ્રકારના દબાણો રાખીને દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે
ઇમ્પેક્ટ કાયદાનો વ્યાપ વધારવા માટે તેમજ મહત્તમ નાગરિકોને તેનો લાભ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઇમ્પેક્ટ ની કટઓફ ડેટ પહેલા જે નોટિસ આપવામાં આવી છે તેના આધારે જે તે મિલકત ધારક રૂબરૂ સંપર્ક કરી
તેમને ઓનલાઈન અરજી કરવામાં મદદ કરવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે ઇમ્પેક્ટ કાયદા અંતર્ગત અત્યાર સુધી અંદાજે ૪,૫૦૦ જેટલી અરજીઓ આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના હોલના શિફ્ટ મુજબ બુકિંગ માટે ઓનલાઇન ફેરફાર કરવા માટે એક મહિના અગાઉ સૂચનાઓ સૂચના આપવામાં આવી હતી જેનો જે અમલ થયો નથી તેથી તાકીદે તેનો અમલ શરૂ કરવા માટે સુચના આપી છે.
મ્યુનિસિપલ ટેક્સ વિભાગમાં ખાસ કરીને ફરિયાદોમાં ફરિયાદોના નિકાલમાં લાલિયાવાડી ચાલી રહી છે ટેક્સ બિલમાં સરનામાં ફેરફાર માટે કે પછી નામ ફેરફાર માટે કરવામાં આવતી અરજીઓના એક એક વર્ષ સુધી નિકાલ થતા નથી જેના કારણે નાગરિકોને મુશ્કેલીઓ થઈ રહી છે
સામાન્ય રીતે આ પ્રકારની અરજીઓનો એક મહિનામાં જ નિકાલ થાય તે જરૂરી છે અરજદાર દ્વારા શેર સર્ટિફિકેટ દસ્તાવેજ સહીતના તમામ પુરાવા આપવામાં આવે છે તેમ છતાં અરજીઓ અભરાઈએ મૂકવામાં આવે છે ભૂતકાળમાં સપ્તાહમાં એક જ દિવસે આ પ્રકારની અરજીઓનો નિકાલ કરવામાં આવતો હતો
તે પદ્ધતિથી જ હવે નામ અને સરનામાં ફેરફાર માટે નિયમ કરવામાં આવશે તેમજ નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ટ્રાફિક પોલીસ બુક તેમજ ઇમ્પેક્ટ માટે કોમ્પ્યુટર ખરીદીના કામોને મંજુર કરવામાં આવ્યા છે આ ઉપરાંત નાગરિક સુવિધાઓના તમામ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.