Western Times News

Gujarati News

AMC: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ખાલી તિજાેરી ભરવાનો રસ્તો શોધી કાઢ્યો

અમદાવાદ મ્યુનિ.ટેક્સ વિભાગે વ્યાજનાં ઘોડા દોડાવ્યા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ બે દાયકા બાદ પ્રોપર્ટી ટેક્ષમાં “વન ટાઈમ સેટલમેન્ટ” યોજના જાહેર કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનની ખાલી તિજાેરી ભરાય તેમજ મિલ્કતવેરાના વર્ષો જુના લેણાની વસુલાત થાય તે હેતુથી સદ્‌ર યોજનાનો અમલ થઈ રહયો છે.

જાેકે મિલ્કતવેરાના કુલ બાકી લેણા પૈકી પ૦ ટકા કરતા વધુ રકમ માત્ર વ્યાજની જ છે. જયારે ટેક્ષની જુની ફોમ્ર્યુલામાં વ્યાજની રકમ જ લગભગ ૯૦ ટકા થાય છે. મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા લેવામાં આવતા ઉંચા વ્યાજના કારણે કરદાતાઓ ટેક્ષ ભરપાઈ કરતા નહતા

જેના પરીણામે ટેક્ષ વિભાગ દ્વારા દર વરસે ડીમાન્ડ “કેરી ફોરવર્ડ” કરવામાં આવતી હતી. સદ્‌ર યોજના સફળ થશે તો તંત્રની તિજાેરી છલકાશે સાથે સાથે કેરી ફોરવર્ડની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. જાેકે એ બાબત પણ એટલી જ સત્ય છે કે તંત્ર દ્વારા દર વરસે રૂા.પ૦ કરોડ કરતા વધુ રકમ નાગરીકો પાસેથી વ્યાજ પેટે લેવામાં આવી છે તેથી મ્યુનિ. ટેક્ષ વિભાગે માત્ર “વ્યાજના ઘોડા” જ દોડાવ્યા છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ટેક્ષની ઐતિહાસિક “વન ટાઈમ સેટલમેન્ટ” યોજના જાહેર કરવામાં આવી છે. એક અંદાજ મુજબ ટેક્ષની જુની અને નવી ફોમ્ર્યુલા મળી મિલ્કતવેરાના કુલ રૂા.૩૧૯૭ કરોડ બાકી છે, જેમાં જુની ફોમ્ર્યુલાના રૂા.૪૧૬ કરોડ અને નવી ફોમ્ર્યુલાના રૂા.ર૭૮૧ કરોડ બાકી છે.

જાેકે ચોંકાવનારી બાબત એ છે કે જુની ફોમ્ર્યુલાના રૂા.૪૧૬ કરોડમાં વ્યાજની રકમ રૂા.૩૩૦ કરોડ છે જયારે મુદ્દલ માત્ર રૂા.૮૦ કરોડ છે, જયારે નવી ફોમ્ર્યુલામાં રૂા.૧૪પ૧ કરોડ મુદત સામે રૂા.૧૩૩૦ કરોડ વ્યાજની રકમ છે. ટેક્ષની નવી ફોમ્ર્યુલાની બાકી ડીમાન્ડ પૈકી ૬૦ ટકા રકમ વર્તમાન નાણાકીય વર્ષની છે,

જયારે જુની ફોમ્ર્યુલાના બાકી લેણા ર૦૦૧ની સાલ પહેલાના છે તેથી તેમાં વ્યાજની રકમ ઘણી જ વધારે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેક્ષની બાકી રકમ ઉપર ૧૮ ટકા લેખે વ્ય્જ વસુલ કરવામાં આવે છે. તેથી દર વરસે મિલ્કતવેરાની જે આવક થાય છે તેમાં એક મોટો હિસ્સો વ્યાજની રકમનો પણ છે.

મ્યુનિ. ટેક્ષ વિભાગે નાગરીકો પાસેથી ર૦૧૮-૧૯માં વ્યાજ પેટે રૂા.પ૬.પ૯ કરોડ, ર૦૧૯-ર૦માં રૂા.પ૮.ર૭ કરોડ, ર૦ર૦-ર૧માં રૂા.૬૧.૮૪ કરોડ અને ર૦ર૧-રરમાં રૂા.૬૧.૩૭ કરોડ વ્યાજની વસુલાત કરી હતી તંત્ર દ્વારા ૧૮ ટકા લેખે વ્યાજ લેવામાં આવી રહયુ છે જેમાં ઘટાડો કરવા માટે વિપક્ષ દ્વારા અવારનવાર રજુઆતો થતી રહી છે, પરંતુ સરકાર દ્વારા વ્યાજ ઘટાડો કરવામાં આવતો નથી.

મ્યુનિ. કોર્પોરેશનની કુલ ટેક્ષ ડીમાન્ડમાં “ડેડ ડીમાન્ડ”નો હિસ્સો પણ ઘણો મોટો છે. મિલ્કતોનું અસ્તિત્વ જ નથી તેમ છતાં વર્ષોથી જેની આકારણી થતી રહે છે અને ડીમાન્ડ ઉભી કરવામાં આવે છે. આવી ડીમાન્ડને “ડેડ ડીમાન્ડ” કહેવામાં આવે છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી “વન ટાઈમ સેટલમેન્ટ” યોજના ૧૦૦ ટકા સફળ થાય તો પણ આ ડીમાન્ડ દુર થશે નહિ,

આવી ડેડ ડીમાન્ડને કાયમી ધોરણે દુર કરવા માટે તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. અન્યથા રૂા.૩૦૦થી રૂા.૪૦૦ કરોડની ડીમાન્ડ દર વરસે ઉભી થશે અને પાંચ વર્ષમાં જ રૂા.૧પ૦૦ થી ર૦૦૦ કરોડની “ડેડ ડીમાન્ડ”ના આધારે તંત્ર તગડી બેલેન્સ શીટ રજુ કરશે તેવી ચર્ચા પણ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.