Western Times News

Gujarati News

મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ‘ખાતર ઉપર દિવેલ’ 2 કરોડની આવકઃ 11 કરોડ રિબેટ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દાયકા બાદ મિલ્કત વેરાની વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે જેમાં એક સાથે તમામ કર ભરનાર કરદાતાએ વ્યાજમાં ૧૦૦ ટકા રીબેટ (AMC property tax rebate) આપવામાં આવી રહયું છે.

૧૪ ફેબ્રુઆરીથી અમલી સદર સ્ક્રીમને ધાર્યા મુજબ પ્રતિસાદ મળી રહયો નથી. મ્યુનિ. કોર્પોરેશન કરદાતાઓને ૧૦૦ટકા વ્યાજ મુક્તિ આપી રહયંુ હોવા છતાં કરદાતાઓ વેરો ભરવા માટે નિરશ સાબીત થઈ રહયા છે જેના કારણે કોર્પોરેશનના ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ તેવી સિલીંગ ઝુંબેશ કરવામાં આવી છે

જેમાં માત્ર ૪૦ દિવસના સમયગાળામાં જ ૧ લાખ કરતા વધુ મિલ્કતો સીલ થઈ છે તેમ છતાં ‘દળી દળીને કુંડલી’માં કહેવત યથાર્થ સાબિત થઈ રહી હોય તેમ મિલ્કત વેરાની આવકમાં નોંધપાત્ર વધારો થતો નથી જયારે ટેક્ષની જુની ફોમ્ર્યુલામાં ‘ખાતર પર દિવેલ’ જેવો ઘાટ થયો છે.

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટિએ ૧૪ ફેબ્રુઆરીથી વ્યાજમાં ૧૦૦ ટકા રિબેટ યોજના જાહેર કરી હતી જેનો અમલ ૩૧મી માર્ચ સુધી ચાલુ રહેશે જે સમયે આ યોજના જાહેર કરવામાં આવી તે સમયે ટેક્ષમાં મુદ્દલ તથા વ્યાજ સહિત અંદાજે રૂા.૩ હજાર કરોડના બાકી લેણાં હોવાના દાવા થયા હતા ટેક્ષની નવી ફોમ્ર્યુલામાં રૂા.૧૪પ૧ કરોડની મુદ્દલ

તથા રૂા.૧૩૩૦ કરોડનું વ્યાજ તેમજ જુની ફોમ્ર્યુલામાં રૂા.૮૬ કરોડની મુદ્દલ અને રૂા.૩૩૦ કરોડનું વ્યાજ બાકી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સદ્દર યોજના જાહેર કરવામાં આવી તે સમયે મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્રને ઓછામાં ઓછા રૂા.૧ હજાર કરોડની આવક થશે તેવો અંદાજ હતો

પરંતુ તેમની આ ગણતરી ખોટી પડી છે અને ૧૪ ફેબ્રુઆરીથી ર૭ માર્ચ સુધી ૪ર દિવસમાં ટેક્ષ વિભાગને કુલ રૂા.૪૯૭.૪૦ કરોડની આવક થઈ છે જેમાં નાગરિકોને રૂા.૧ર૧.૯૩ કરોડ ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જે બાદ કરતા મ્યુનિ. તિજાેરીમાં માત્ર રૂા.૩૭પ.૪૭ કરોડ જ જમા થયા છે.

ટેક્ષની નવી ફોમ્ર્યુલામાં કુલ રૂા.ર૯૬.૮૧ કરોડની આવક થઈ છે જેની સામે ૧૧૦.૮૧ કરોડ ડીસ્કાઉન્ટ આપતા ચોખ્ખી આવક રૂા.૧૮૭.૭૯ કરોડ થઈ છે જયારે સૌથી કરૂણ અને દયનીય પરિસ્થિતિ ટેક્ષની જુની ફોમ્ર્યુલામાં છે જેમાં કુલ રૂા.૧૩.૯પ કરોડની આવક થઈ છે જેની સામે રૂા.૧૧.૧૧ કરોડ વ્યાજ ડીસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે

અને ચોખ્ખી આવક માત્ર રૂા.ર.૯૩ કરોડ જ થઈ છે જે સાબિત કરે છે કે મ્યુનિ. કોર્પોરેશને અત્યાર સુધી ટેક્ષ મામલે માત્ર વ્યાજના ઘોડા દોડાવ્યા છે. આ ઉપરાંત સૌથી મોટો અને પેચીદો પ્રશ્ન ‘ડેડ ડીમાન્ડ’નો પણ છે. વર્તમાન નાણાંકીય વર્ષની કુલ ડીમાન્ડ પેટે રૂા.૧૮૪.૮પ કરોડની આવક થઈ છે

મ્યુનિ. ટેક્ષ વિભાગે ર૭ માર્ચ ૧૮૬પ મિલ્કતો સીલ કરી હતી જેમાં સૌથી વધુ ૧૪૦પ મિલ્કતો પશ્ચિમ ઝોનમાં સીલ કરવામાં આવી હતી. મ્યુનિ. કોર્પો.એ પશ્ચિમ ઝોનમાં મુરલીધર કોમ્પલેક્ષ, સાંઈનાથ કોમ્પલેક્ષ, કરિશ્મા એવન્યુ વગેરે મિલ્કતો સીલ કરી કુલ રૂા.૧૮.૩૬ કરોડની આવક મેળવી હતી.

જાેકે અહિ એ બાબત સ્પષ્ટ કરવી રહી કે કોર્પોરેશનને જે પણ આવક થઈ રહી છે તે રિબેટ યોજના કરતા સિલીંગ યોજનાને વધુ આભારી છે ટેક્ષની જુની ફોમ્ર્યુલામાં બે કરોડની આવક મેળવવા માટે રૂા.૧૧ કરોડ રિબેટ આપવાની ફરજ પડી રહી છે તે બાબત જ ટેક્ષ વિભાગ અને તેની યોજનાની નિષ્ફળતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.