Western Times News

Gujarati News

AMCને ત્રણ ઝોનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો માટે 144 કરોડની મંજુરી

રહેણાક સોસાયટીઓ-બહુમાળી મકાનો-એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવા વરસાદી પાણીના સંગ્રહના અભિયાનરૂપે પરકોલેટિંગ વેલ બનાવાશે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી વરસાદી પાણીના સંગ્રહના કામો માટે આ સહાય ફાળવાશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગર પાલિકાને ઉત્તર પશ્ચિમદક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ – રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો હાથ ધરવા  માટે 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન  અમદાવાદ મહાનગરપાલિકા કરશે.

આ યોજનામાં 70:20:10 મુજબ પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં સુવિધાવૃદ્ધિના લોકહિત કામો હાથ ધરવામાં આવે છે. અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટીઓ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ મળેલી છે.

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહના કામોને વેગ આપવા ભૂગર્ભ જળ સંચય નીતિ અંતર્ગત પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદી પાણીના સંગ્રહના અભિયાનરૂપે રહેણાક સોસાયટીઓબહુમાળી મકાનોએપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવાના અભિગમ સાથે પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ નિર્માણનું આયોજન કર્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આ હેતુસર રાજ્યના શહેરી વિકાસ વિભાગ મારફતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી કુલ 206.16 કરોડ રૂપિયાની દરખાસ્તમાં રાજ્ય સરકારની 70 ટકા સહાય અનુસાર રૂપિયા 144.32 કરોડની ફાળવણી કરવા મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.