AMC દ્વારા રામોલ-હાથીજણના બે તળાવ ડેવલપ કરવામાં આવશે

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવો ડેવલપ કરવામાં આવે છે. જેના કારણે વરસાદી પાણીનો સંચય થાય છે અને ભૂગર્ભ જળસ્રોત પણ ઊંચા આવે છે. તળાવ ડેવલપમેન્ટના કારણે જે તે વિસ્તારના રહીશો ને પણ લાભ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આ જ નીતિનો અમલ કરી રામોલ-હાથીજણ વિસ્તાર ના બે તળાવ ડેવલપ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ પુર્વઝોનના રામોલ હાથીજણ વોર્ડમાં હાથીજણ તળાવની ફરતે હાલમાં કાચો ભાગ છે તેમજ આજુબાજુ દબાણ તેમજ જંગલી વનસ્પતિના કારણે પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી તેમજ ગંદકીનુ પ્રમાણ વધુ જોવા મળે છે.
આથી સદર તળાવમાં સ્વચ્છતાના ભાગરૂપે તેમજ વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરી તળાવના તેમજ આજુબાજુના વિસ્તારના પાણીના સ્તર ઉંચા લાવી શકાય તેમજ આજુબાજુના સ્થાનીક રહીશોને સદર તળાવના ગાર્ડનીંગ તેમજ અન્ય સુવિધાઓનો લાભ લઇ શકે તે હેતુથી સદર તળાવનો વિકાસ કરવો આવશ્યક જણાય છે.
તળાવની ફરતે ૬૫૦૦ ચો.મી.માં કંપાઉન્ડ વોલ, વોક વે, એલ.ઈ.ડી. લાઈટ, બગીચો તથા પ્લાન્ટેશન, સ્ટ્રોમવોટર લાઈનનાં ઈનલેટ/આઉટલેટ પાસે સ્ટોન પીચીંગ, ટોઈલેટ બ્લોક,તળાવની ફરતે સાફ સફાઈ માટે રેમ્પ, રમતગમતના સાધનો તથા અન્ય કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે.
તેમજ સદર તળાવને ઉડુ કરીને તેની સંગ્રહ ક્ષમતામાં વધારો કરીને તેમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરવામાં આવશે.જેથી આજુબાજુના વિસ્તારના ભૂગર્ભ જળના સ્તર ઉંચા લાવી શકાશે. આ તળાવ ડેવલપ કરવા માટે રૂ.4.47 કરોડનો ખર્ચ થશે.
પુર્વઝોનના રામોલ હાથીજણ વોર્ડમાં જ રામોલ વડુ તળાવની ફરતે હાલમાં કાચો ભાગ છે તેમજ આજુબાજુ દબાણ તેમજ જંગલી વનસ્પતીને કારણે પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકતો નથી તેમજ ગંદકીનુ પ્રમાણ વધુ જોવા મળે છે. આથી સદર તળાવમાં સ્વચ્છતાના ભાગરૂપે તેમજ વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરી તળાવના તેમજ આજુબાજુના વિસ્તારના પાણીના સ્તર ઉંચા લાવી શકાય તેમજ આજુબાજુના સ્થાનીક રહીશોને સદર તળાવના ગાર્ડનીંગ તેમજ
અન્ય સુવિધાઓનો લાભ લઈ શકે તે હેતુથી સદર તળાવનો વિકાસ કરવો આવશ્યક જણાય છે. તળાવની ફરતે ૪૪૫૦૦ ચો.મી.માં કંપાઉન્ડ વોલ, વોક વે, એલ.ઈ.ડી. લાઈટ, બગીચો તથા પ્લાન્ટેશન, સ્ટ્રોમવોટર લાઇનનાં ઇનલેટ આઉટલેટ પાસે સ્ટોન પીચીંગ, ટોઇલેટ બ્લોક, તળાવની ફરતે સાફ સફાઈ માટે રેમ્પ રમતગમતના સાધનો તથા અન્ય કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે.
તેમજ સદર તળાવને ઉડું કરીને તેની સંગ્રહ ક્ષમતામાં વધારો કરીને તેમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરવામાં આવશે.જેથી આજુબાજુના વિસ્તારના ભૂગર્ભ જળના સ્તર ઉચા લાવી શકાશે. આ તળાવ ડેવલપ કરવા રૂ.7.78 કરોડનો ખર્ચ થશે.